Health & Fitness News : સોના અને ચાંદીના દાગીના વિશે તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય સોના-ચાંદીમાંથી બનેલી ખાસ ચટણી (Gold and Silver Chutney) વિશે સાંભળ્યું છે? રાજશાહી ઠાઠમાઠ (Royal grandeur)અને અનોખી સંસ્કૃતિ માટે જાણીતા રાજસ્થાનના જયપુરમાં એક એવી શાહી ચટણી પીરસવામાં આવે છે, જેમાં સામાન્ય મરચાં કે કોથમરીના બદલે સોના-ચાંદીની ભસ્મ અને મોંઘા ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ થાય છે. આ અનોખી ‘ચાંદીની ચટણી’ (Silver Chutney) ની કિંમત એટલી વધારે છે કે સામાન્ય માણસ કલ્પના પણ ન કરી શકે.
Gold and Silver Chutney : 60 થી 70 હજાર પ્રતિ કિલો! જાણો શું છે આ ચટણીની ખાસિયત
જયપુરના રાજઘરાનાઓની આ ખાસ ચટણી સામાન્ય લીલી કે લાલ ચટણી કરતાં તદ્દન અલગ છે:
શાહી સામગ્રી: આ ચટણીમાં સામાન્ય મસાલાના બદલે સોનાની ભસ્મ, ચાંદીની ભસ્મ તેમજ કાજુ, બદામ, પિસ્તા અને દ્રાક્ષ જેવા મોંઘા મેવા ઉમેરવામાં આવે છે.
મસમોટી કિંમત: આ શાહી વાનગીની કિંમત આશરે 60000 થી 70000 રૂપિયા પ્રતિ કિલો સુધીની હોય છે. તેને માત્ર ચાંદીના વાસણોમાં જ પીરસવામાં આવે છે.
રાજઘરાના અને વૈદ્યની સલાહ સાથે જોડાયેલો રસપ્રદ ઇતિહાસ
આ શાહી ચટણીનો ઇતિહાસ જયપુરના સિટી પેલેસ અને રાજ પરિવારના ખાનપાન સાથે સદીઓથી જોડાયેલો છે. પૌરાણિક કથા મુજબ, રાજપરિવારના સભ્યોની શારીરિક તાકાત, સ્વાસ્થ્ય અને પાચનશક્તિ ઉત્તમ રહે તે માટે એક પ્રાચીન વૈદ્યની સલાહથી આ ચટણી બનાવવાની શરૂઆત થઈ હતી. આયુર્વેદમાં સોના-ચાંદીની ભસ્મના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા દર્શાવવામાં આવ્યા છે. મસમોટી કિંમત હોવાના કારણે આ ચટણી રોજિંદા ખોરાકમાં નહીં, પરંતુ ખાસ તહેવારો કે વિશેષ રાજવી મહેમાનો માટે જ તૈયાર કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અને પરદેશી મહેમાનોમાં ભારે ક્રેઝ
જયપુરની મુલાકાતે આવતા વિદેશી પ્રવાસીઓ માટે આ ચટણી માત્ર એક વાનગી નથી, પરંતુ ભારતની વૈભવી રાજસી સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે. વિદેશી મહેમાનો પણ આ શાહી સ્વાદ અને તેની બનાવટ પાછળના આયુર્વેદિક વિજ્ઞાનથી ભારે પ્રભાવિત થાય છે.
આ પણ વાંચો :ભીંડાનું શાક ચીકણું થઈ જાય છે? અજમાવો આ ખાસ સિક્રેટ રીત, બનશે હોટલ જેવી સુપર ક્રિસ્પી ભીંડી
આ પણ વાંચો :મોંઘા ફેશિયલ પર પૈસા ખર્ચતા પહેલા અજમાવો આ દેશી નુસખો, ચહેરા પર આવશે કુદરતી ગ્લો
આ પણ વાંચો :નાની ઉંમરમાં ત્વચા પર થઈ ગયા છે ખીલ?, તો આ ૩ સરળ સ્ટેપ્સથી મેળવો ગ્લોઈંગ સ્કિન
