Business News/ જોત જોતામાં સોનાનો ભાવ ઘટ્યો, ચાંદીના ભાવમાં તો વધારે ઘટાડો થયો, કેટલો ઘટાડો?

આજે, સોનાનો સૌથી ન્યૂનતમ ભાવ ₹121,000 (પ્રતિ 10 ગ્રામ) અને સૌથી મહતમ ભાવ ₹122,130 (પ્રતિ 10 ગ્રામ) હતો.

Trending Business

Business News: આજે સવારે 10 વાગ્યાની આસપાસ Multi Commodity Exchange પર સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો. જો બજાર આ ટ્રેન્ડ ચાલુ રાખશે, તો 10 ગ્રામ સોનાનો ભાવ ટૂંક સમયમાં ₹1,20,000 થી નીચે આવી શકે છે. ચાંદીના ભાવમાં ઘટાડો સોના કરતાં પણ વધુ ઝડપી બન્યો છે, સવારે 10 વાગ્યાની આસપાસ ભાવ ₹3,000 પ્રતિ કિલોથી વધુ ઘટી ગયો હતો.

સોનાના ભાવમાં કેટલો ઘટાડો

આજે Multi Commodity Exchange પર 10 ગ્રામ સોનાનો ભાવ ₹121,114 નોંધાયો હતો, જે પાછલા દિવસની સરખામણીમાં ₹1,813 પ્રતિ 10 ગ્રામનો ઘટાડો હતો.

ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો

આજે Multi Commodity Exchange પર 1 કિલો ચાંદીનો ભાવ ₹3,847 ઘટીને ₹151,465 થયો. આજે, ચાંદીનો સૌથી મહતમ ભાવ ₹151,250 અને સૌથી ન્યૂનતમ ₹152,950 હતો.

સોનાનો સૌથી ન્યૂનતમ ભાવ અને મહતમ ભાવ
સૌથી ન્યૂનતમ: પટના – ₹121,380 (10 ગ્રામ)

સૌથી મહતમ: ભોપાલ અને ઇન્દોર – ₹121,570 (10 ગ્રામ)

ચાંદીનો સૌથી ન્યૂનતમ ભાવ અને મહતમ ભાવ

સૌથી ન્યૂનતમ: પટના – ₹151,810 (1 કિલો)

સૌથી મહતમ: કાનપુર અને લખનૌ – ₹152,150 (1 કિલો)

અમદાવાદમાં સોનાનો ભાવમાં કેટલો ઘટાડો નોંધાયો છે?

અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ એક જ દિવસમાં ₹1,740 ઘટાડો નોંધાયો છે. ગઈકાલે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,25,450 પ્રતિ 10 ગ્રામ હતો, જે આજે ઘટીને ₹1,23,710 પ્રતિ 10 ગ્રામ થયો છે. એટલે કે, તેમાં આશરે ₹1,800નો ઘટાડો થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃMCX પર સોનામાં વોલ્યુમ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે

આ પણ વાંચોઃસોનું ખરીદવાનો યોગ્ય સમય આવી ગયો છે! ભાવ તેની ટોચથી ₹13,000 ઘટ્યો…

આ પણ વાંચોઃસોનામાં ₹3,351 અને ચાંદીમાં ₹6,940નો ઘટાડો, લગ્નની મોસમમાં ભાવ કેવા છે?