Lifestyle News/ ઉનાળામાં એડી ફાટવાનું કારણ અને ઉપાય, આ 3 ઘરેલુ વસ્તુઓથી રાતોરાત પગ થશે સોફ્ટ

ઉનાળામાં Heels ફાટવા પાછળ ડિહાઇડ્રેશન અને વિટામિનની ખામી જવાબદાર હોઈ શકે છે. મધ, નાળિયેર તેલ અને વિટામિન E ના ઉપયોગથી કેવી રીતે ફાટેલી એડી રિપેર કરવી, જાણો આ ખાસ અહેવાલમાં.

Trending Tips & Tricks Lifestyle
Heels

How to Fix Cracked Heels Naturally: ગરમી અને લૂ ના કારણે સ્કિન ડ્રાય થવી સામાન્ય છે, પરંતુ શું તમે જાણો છો કે ઉનાળામાં એડી ફાટવા પાછળ માત્ર ધૂળ-માટી નહીં પણ શરીરની અંદરની ખામીઓ જવાબદાર છે? ખાસ કરીને મહિલાઓ આ સમસ્યાથી વધુ પરેશાન હોય છે. જો તમારી એડી પણ ફાટી રહી હોય, તો મોંઘી ક્રીમ પાછળ ખર્ચ કરવાને બદલે આ ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ.

Heels

ઉનાળામાં એડી ફાટવાના 2 મુખ્ય કારણો

ડિહાઇડ્રેશન: ઉનાળામાં શરીરમાં પાણીની ઉણપ થતા ત્વચા તેની કુદરતી નમી ગુમાવે છે. એડીની (Heels) ત્વચા પહેલેથી જ ડ્રાય હોય છે, જે ડિહાઇડ્રેશનને કારણે ફાટવા લાગે છે.

વિટામિનની ઉણપ: જો તમારા શરીરમાં વિટામિન B3, વિટામિન E અથવા વિટામિન C ની ખામી હોય, તો ત્વચા કડક થઈ જાય છે અને ચાલતી વખતે પગ પર વજન આવતા એડી ફાટે છે.

Heels ને રિપેર કરવાના 3 અકસીર ઉપાયો

Heels

મધ (Honey):

પગને 10 મિનિટ હૂંફાળા પાણીમાં પલાળી રાખો અને ડેડ સ્કિન દૂર કરો. ત્યારબાદ કોરા પગ પર મધ લગાવી 20 મિનિટ રહેવા દો. મધ સ્કિનને રિપેર કરી તેને મુલાયમ બનાવે છે.

Coconut Oil

નાળિયેર તેલ (Coconut Oil):

રાત્રે સૂતા પહેલા પગ સાફ કરી એડી પર નાળિયેર તેલથી હળવા હાથે મસાજ કરો. તેલ ત્વચામાં અંદર સુધી ઉતરી જશે અને ફાટેલી એડીને કુદરતી રીતે રૂઝવશે.

Heels Vitamin E Capsule

વિટામિન E (Vitamin E Capsule):

રાત્રે સૂતા પહેલા વિટામિન E ની કેપ્સ્યુલમાંથી ઓઇલ કાઢી એડી (Heels) પર લગાવો. 5 મિનિટ મસાજ કરી સુઈ જાઓ. અઠવાડિયામાં 3 વાર આ પ્રયોગ કરવાથી પહેલી જ રાતમાં તમને મોટો તફાવત દેખાશે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી


આ પણ વાંચો:સવારે જાગતા જ ગરદન-પીઠમાં થાય છે દુખાવો? તમારી ઊંઘવાની આ ભૂલ હોઈ શકે છે જવાબદાર

આ પણ વાંચો:  ઉનાળામાં નબળાઈ અને ચક્કરથી બચવા માટે ખાઓ આ 4 ફળ, શરીર રહેશે હાઇડ્રેટ અને એનર્જેટિક

આ પણ વાંચો : શું તમે જાણો છો તરબૂચમાં કયા વિટામિન્સ હોય છે? ઉનાળામાં આ ફળ ખાવાના ફાયદા જાણીને હેરાન રહી જશો