Nepal Cricket Record 2026: નેપાળ(Nepal)ની ક્રિકેટ ટીમે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનો દબદબો સાબિત કરીને નવો ઇતિહાસ રચી દીધો છે. સતત સુધરતા પ્રદર્શન અને આક્રમક બેટિંગના કારણે નેપાળની ટીમ હવે T20 ક્રિકેટમાં નવા વર્લ્ડ રેકોર્ડ બનાવી રહી છે. તાજેતરમાં રમાયેલી મેચમાં નેપાળે ફરી એક વખત એક જ ઇનિંગમાં 300 થી વધુ રન બનાવવાનો ઐતિહાસિક સ્કોર ઉભો કર્યો છે, જે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (T20I) ના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ ગણાય છે.
બીજી વખત 300 નો આંકડો પાર કરનારી એકમાત્ર ટીમ
આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટના ઇતિહાસમાં ખૂબ જ ઓછી વખત કોઈ ટીમે 300 થી વધુ રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો છે. અત્યાર સુધી વૈશ્વિક સ્તરે માત્ર 5 વખત જ કોઈ ટીમે આ સિદ્ધિ મેળવી છે, જેમાંથી 2 વખત આ અદભુત કારનામો એકલા નેપાળની ટીમે કરી બતાવ્યો છે. નેપાળે અગાઉ 27 સપ્ટેમ્બર 2023 ના રોજ મંગોલિયા સામે 314 રન બનાવીને વિશ્વને ચોંકાવ્યું હતું, જ્યારે આજે 31 મે 2026 ના રોજ ચીન સામે 313 રન ફટકારીને ફરી એકવાર નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
એશિયન ગેમ્સમાં ચીન સામે 221 રનથી ઐતિહાસિક જીત
આ રોમાંચક મેચ 2026 એશિયન ગેમ્સ (Asian Games) ક્વોલિફાયર તરીકે સિંગાપોર ખાતે રમાઈ રહી હતી. જેમાં નેપાળે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા માત્ર 2 વિકેટ ગુમાવીને 313 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. આ પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચીનની ટીમ માત્ર 92 રન જ બનાવી શકી હતી. પરિણામે નેપાળે આ મેચ 221 રનના વિશાળ અંતરથી જીતી લીધી હતી. રનની દ્રષ્ટિએ આ જીત T20I ઇતિહાસની સાતમી સૌથી મોટી જીતોમાં સામેલ થઈ ગઈ છે.
કુસલ ભુર્તેલની તોફાની સદી અને બેટ્સમેનોનો ધમાકો(Nepal)
નેપાળની (Nepal) આ ઐતિહાસિક ઇનિંગમાં તેના બેટ્સમેનોએ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો:
કુસલ ભુર્તેલ: માત્ર 43 બોલમાં 300 ના સ્ટ્રાઇક રેટથી ધમાકેદાર 129 રન ફટકાર્યા, જેમાં 5 ચોગ્ગા અને 16 ગગનચુંબી છગ્ગા સામેલ હતા.
કુશલ મલ્લા: 47 બોલમાં 180.85 ના સ્ટ્રાઇક રેટથી શાનદાર 85 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા.
કેપ્ટન રોહિત પૌડેલ: માત્ર 21 બોલમાં 328.57 ના અત્યંત આક્રમક સ્ટ્રાઇક (Nepal) રેટથી અણનમ 69 રન ઝૂડી કાઢ્યા, જેમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા.
ખેલાડીઓના આ પ્રદર્શનથી સ્પષ્ટ થાય છે કે નેપાળ ક્રિકેટ (Nepal) હવે વિશ્વ સ્તરે એક નવું પાવરહાઉસ (Powerhouse) બનીને ઉભરી રહ્યું છે, જે ભવિષ્યમાં મોટી ટીમો માટે મોટો પડકાર બનશે.
આ પણ વાંચો:આજે વૈભવ vs ગુજરાત ટાઇટન્સ… શું 15 વર્ષનો આ છોકરો આખી ટીમને આપી શકશે માત?
આ પણ વાંચો:IPL 2026માં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સને 30 રને હરાવી પ્લે ઓફમાં કરી આગેકૂચ
આ પણ વાંચો:કિંગ કોહલી IPL ફાઇનલમાં ફ્લોપ કે હિટ? RCB ફેન્સ માટે ચિંતાજનક આંકડા સામે આવ્યા
