Virat Kohli/ કોહલી આગલી મેચ રમવા પ્લેનના ઈકોનોમી ક્લાસમાં બેંગલુરુ કેમ ગયો, ટીમ સાથે કેમ ન ગયો?

ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ICC વર્લ્ડ કપ 2023માં 05 નવેમ્બરે ઈતિહાસ રચ્યો હતો. વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના સચિન તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે.

Trending Sports

ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ICC વર્લ્ડ કપ 2023માં 05 નવેમ્બરે ઈતિહાસ રચ્યો હતો. વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના સચિન તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે. કોહલીએ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં તેનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું અને દક્ષિણ આફ્રિકા સામેની મેચ દરમિયાન તેના 35માં જન્મદિવસે ODI ક્રિકેટમાં તેની 49મી સદી ફટકારી. ભારતની આગામી મેચ હવે નેધરલેન્ડ સાથે 12મીએ બેંગલુરુમાં રમાઈ રહી છે.

વિરાટ કોહલી ફરી એકવાર ચર્ચામાં છે. સોમવારે 06 નવેમ્બરના રોજ  વિરાટ કોહલી સામાન્ય મુસાફરોની વચ્ચે ઈન્ડિગોની ફ્લાઈટમાં ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતો જોવા મળ્યો હતો. વિરાટ કોહલી કોલકાતા એરપોર્ટથી બેંગલુરુ જઈ રહ્યો હતો.સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલીએ ચેક ટી-શર્ટ અને માથા પર કેપ પહેરી છે. તેણે માસ્ક પહેરેલ છે. પરંતુ તેમ છતાં ફ્લાઇટમાં બેઠેલા લોકોએ વિરાટ કોહલીને ઓળખી લીધો અને તેની તસવીરો અને વીડિયો લેવાનું શરૂ કર્યું.

વિરાટ કોહલીના આ પગલાની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. લોકો કહે છે કે આવા દિગ્ગજ ખેલાડી સામાન્ય માણસની જેમ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છે. ઈન્ડિગો ફ્લાઈટમાં સવાર થઈને ઈકોનોમી ક્લાસમાં બેસવાનો તેનો વીડિયો સેંકડો ફેન્સે શેર કર્યો છે.

સામાન્ય રીતે ભારતીય ક્રિકેટ ટીમ કોઈપણ મેચ રમવા માટે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સાથે પ્રવાસ કરે છે. પરંતુ કોહલીએ ઈકોનોમી ક્લાસમાં એકલા પ્રવાસ શા માટે કર્યો તેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. જો કે, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ લખી રહ્યા છે કે કોહલી 05 નવેમ્બરે મેચ રમ્યા પછી કોલકાતામાં જન્મદિવસની પાર્ટી સેલિબ્રેટ કરી શકે છે અથવા કોઈ પારિવારિક કારણોસર ટીમ સાથે બહાર જઈ શકશે નહીં.


આ પણ વાંચોઃ FireCracker Ban/ ફટાકડા પર પ્રતિબંધ ફક્ત દિલ્હીમાં નહીં સમગ્ર દેશમા લગાવોઃ સુપ્રીમ કોર્ટ

આ પણ વાંચોઃ Mission Sucess/ ભારતની વધુ એક સિદ્ધિ, ‘પ્રલય’ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

આ પણ વાંચોઃ Fix Salaried/ ST નિગમના ફિક્સ વેતનધારકોને પણ વેતનવૃદ્ધિનો લાભ મળશે