Fix Salaried/ ST નિગમના ફિક્સ વેતનધારકોને પણ વેતનવૃદ્ધિનો લાભ મળશે

ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે દિવાળી પહેલા એક પછી એક સારા સમાચાર આવતા રહે છે. સરકારે ફિક્સ પે ધારકોના પગારમાં વધારાની જાહેરાત કરી. આ જાહેરાત બોર્ડ અને નિગમો પૂરતી હતી. હવે તેમા ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે સરકારે જાહેર કરેલો ફિક્સ પગારનો વધારો હવે એસટી નિગમના કર્મચારીઓને પણ લાગુ પડશે.

Gandhinagar Top Stories Gujarat
YouTube Thumbnail 99 ST નિગમના ફિક્સ વેતનધારકોને પણ વેતનવૃદ્ધિનો લાભ મળશે

ગાંધીનગરઃ ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે દિવાળી પહેલા એક પછી એક સારા સમાચાર આવતા રહે છે. સરકારે ફિક્સ પે ધારકોના પગારમાં વધારાની જાહેરાત કરી. આ જાહેરાત બોર્ડ અને નિગમો પૂરતી હતી. હવે તેમા ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે સરકારે જાહેર કરેલો ફિક્સ પગારનો વધારો હવે એસટી નિગમના કર્મચારીઓને પણ લાગુ પડશે. તેના લીધે એસટી નિગમના સાત હજારથી વધારે કર્મચારીઓને ફાયદો થશે.

એસટી નિગમ અંગે મહત્વની જાહેરાત કરતા વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વાર તહેવાર ભૂલીને રાજ્યના 25 લાખથી વધુ કુટુંબોને પરિવહનની સગવડ પૂરી પાડવાનું કામ કરતા ગુજરાત એસટી વિભાગના કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. તાજેતરમાં જ એસ ટી યુનિયન સાથે બેઠક કરીને વિવિધ પ્રશ્નો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

એસ.ટી. વિભાગના વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર મંત્રી વચ્ચે બેઠક યોજાઈ હતી. તેમા યુનિયનના હોદ્દેદારો ઉપરાંત નિગમમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ સિવાય એસટી નિગમના અધિકારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ નિર્ણયને આવકારીને એસટી નિગમના વિવિધ યુનિયનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ દ્વારા હાવન વ્યવહાર મંત્રીનું અભિવાદન કરીને સન્માન કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચોઃ Israel Hamas Attack/ ઇઝરાયેલે ભારત પાસે માંગી મદદ, યુદ્ધ વચ્ચે 1 લાખ કામદારોની કરી માંગણી

આ પણ વાંચોઃ Accident/ ST ગુજરાતની હોય કે આંધ્રની કામ તો એક જ કરે છે, કચડી નાખવાનું

આ પણ વાંચોઃ  Outpost Incharge/ આઉટપોસ્ટ ઈન્ચાર્જ સાંભળી રહ્યા હતા બનિયાન અને ટુવાલમાં મહિલાઓની ફરિયાદો