Accident/ ST ગુજરાતની હોય કે આંધ્રની કામ તો એક જ કરે છે, કચડી નાખવાનું

ગુજરાતની એસટીએ એક મહિલા શિક્ષિકાને કચડી નાખી તો આંધ્રપ્રદેશમાં વિજયવાડામાં બસ સ્ટેન્ડમાં ઉભેલા મુસાફરોને આંધ્ર રાજ્ય માર્ગ પરિવહન (એપીએસઆરટીસી)ની બસે કચડી નાખ્યા. આમ એસટી ગુજરાતની હોય કે આંધ્રની કામ તો એક જ કરે છે, તે છે કચડી નાખવાનું.

Top Stories Gujarat
YouTube Thumbnail 97 ST ગુજરાતની હોય કે આંધ્રની કામ તો એક જ કરે છે, કચડી નાખવાનું

મહેસાણા/વિજયવાડાઃ ગુજરાતની એસટીએ એક મહિલા શિક્ષિકાને કચડી નાખી તો આંધ્રપ્રદેશમાં વિજયવાડામાં બસ સ્ટેન્ડમાં ઉભેલા મુસાફરોને આંધ્ર રાજ્ય માર્ગ પરિવહન (એપીએસઆરટીસી)ની બસે કચડી નાખ્યા. આમ એસટી ગુજરાતની હોય કે આંધ્રની કામ તો એક જ કરે છે, તે છે કચડી નાખવાનું.

ગુજરાતમાં ખેડબ્રહ્મા ખાતે એક એસટી બસે સ્કૂલે જતી શિક્ષિકાને કચડી નાખી હતી. બીજી બાજુએ આંધ્રપ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એપીએસઆરટીસી)ની બસે વિજયવાડામાં બસ સ્ટેન્ડમાં રાહ જોઈને પ્લેટફોર્મ પર ઊભેલા મુસાફરો બર પસ ચડાવી દીધી હતી. તેના લીધે એક વર્ષના બાળક સહિત ત્રમ જણા કચડાઈ જતા તેના મોત થયા હતા અને અન્ય બે ઇજા પામ્યા હતા.

ગુજરાતમાં પણ એસટીએ શિક્ષિકાને કચડી નાખી તેના તપાસના આદેશ આપવામાં આવ્યા છે તો આંધ્રમાં પણ નહેરુ બસ સ્ટેશનના ડેપો મેનેજરે જણાવ્યું હતું કે ડ્રાઇવર ભૂલથી પ્લેટફોર્મ નંબર 12 પર રિવર્સ ગિયરના બદલે ખોટો ગીયર લગાવી દીધો હતો અને વાહન પ્લેટફોર્મ પર ચઢી ગયું હતું, જ્યાં મુસાફરો બસની રાહ જોઈને ઊભા હતા.

બસ ટિકિટ કાઉન્ટરને અથડાઈને ઊભી રહી તે પહેલા તો ત્રણ જણા પૈડા નીચે કચડાઈ ગયા હતા. આ અકસ્માતમાં સ્કૂલે જતા બે વિદ્યાર્થીઓ પણ ઇજા પામ્યા છે. આરએઓ તિરુમાલાએ જણાવ્યું હતું કે અમે સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

ડ્રાઇવરે રિવર્સ ગીયરના બદલે ખોટો ગીયર લગાવ્યો હોવાનું ઘણા માને છે. જ્યારે બસની સ્થિતિ જોઈને બીજા કેટલાકનું કહેવું હતું કે તેની બ્રેક ફેઇલ થઈ હતી. બસ સ્ટેશનની અંદર સામાન્ય રીતે આવા અકસ્માતો થતાં નથી. ડ્રાઇવરો ત્યાં અત્યંત ધીમી ચલાવે છે. તેથી બસ સ્ટેન્ડમાં આ પ્રકારની ઘટના અત્યંત ગંભીર ગણી શકાય.


આ પણ વાંચોઃ Outpost Incharge/ આઉટપોસ્ટ ઈન્ચાર્જ સાંભળી રહ્યા હતા બનિયાન અને ટુવાલમાં મહિલાઓની ફરિયાદો

આ પણ વાંચોઃ Gujarat Heart Attack/ ગુજરાતમાં હાર્ટ એટેકથી વધુ બેના મોત

આ પણ વાંચોઃ ‘પઠાણ’ સામે પડકાર/ વર્લ્ડ કપમાં આજે ઓસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર