ગાઝામાં ઇઝરાયેલ હમાસ યુદ્ધ વધુ આક્રમક બન્યું છે. આ યુદ્ધમાં 10 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો. 7 ઓક્ટોબરે હમાસના ઇઝરાયેલ પરના હુમલા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ જન્મ લીધો. આ યુદ્ધમાં પેલેસ્ટિનિયોએ વર્ક પરમિટ ગુમાવી દીધી. ઇઝરાયેલે હમાસને મિટાવવાના નિર્ણય સાથે હુમલા તેજ બનાવ્યા છે. દરમ્યાન ઇઝરાયેલ ભારતની મદદ માંગતા શ્રમિકોની માંગણી કરી છે. આ માંગ ઇઝરાયેલના બિલ્ડર્સ એસોસિએશન દ્વારા બેન્જામિન નેતન્યાહૂ સરકારને કરવામાં આવી. ઇઝરાયેલે ભારત પાસે લગભગ 1 લાખ કામદાર મજૂરોની માંગ કરી છે.
છેલ્લા એક મહિનાથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્દની સ્થિતિને પગલે અનેક પેલેસ્ટિનિયોએ વર્ક પરમિટ ગુમાવી. જેના કારણે ઇઝરાયેલની કંપનીઓમાં કામદારોની અછત સર્જાઈ. આવી સ્થિતિમાં વિવિધ કંપનીઓએ ઉદભવેલ સમસ્યાને પગલે ઓછા ઓછામાં 1 લાખ કામદારોની જરૂરિયાત અંગે માંગણી મામલે ઈઝરાયેલ બિલ્ડર્સ એસોસિએશન તરફથી નેતન્યાહુ સરકારને એક પત્ર લખ્યો.
આ મામલે ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જ્યારે ઇઝરાયેલ બિલ્ડર્સ એસોસિયેશનના એક સૂત્રના જણાવ્યા મુજબ આ મામલે તેઓ ઇઝરાયેલ સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. તેમની સરકાર ભારત સાથે વાતચીત કરી રહી છે. એક રિપોર્ટ મુજબ યુદ્ધ શરૂ થયા પહેલા 90,000 પેલેસ્ટિનિયન ઇઝરાયેલમાં કામ કરતા હતા. હમાસના હુમલા બાદ પેલેસ્ટિનિયનને કામની મંજૂરી ના આપતા વર્કપરમિટ ગુમાવી. મોટાપાયે કામદારો ગુમાવતા ઇઝરાયેલના બાંધકામ ઉદ્યોગમાં ભારે મંદી આવી. જો બાંધકામના કાર્યોમાં વધુ વિલંબ થાય તો ઇઝરાયેલને આર્થિક રીતે સારું નુકસાન થઈ શકે છે. આથી જ યુદ્ધની સ્થિતિ છતાં ઇઝરાયેલે ભારત પાસે 1 લાખ કામદારોની માંગણી કરી.
આ પણ વાંચો : રિટેલ રોકાણકારો પુન: બજારમાં, ડીમેટ એકાઉન્ટની સંખ્યાએ નવો રેકોર્ડ બનાવ્યો
આ પણ વાંચો : ગુજરાતના યુવાનોના હાર્ટ પર એટેક, વધુ બેના મોત
આ પણ વાંચો : દિવાળીને લઈને જામ્યો બજારમાં ખરીદીનો માહોલ, પોલીસે ડેમો કરી લોકોને જાગૃત કર્યા