મુંબઇઃ ભારતીય શેરબજારમાં ફરી તેજીનો વંટોળ શરૂ થઈ રહ્યો છે. તહેવારોની ખરીદારીના જોરે બજારમાં તેજીનો ચમકારો જોવા મળ્યો છે. નાના અને મધ્યમ કદના શેરોમાં સારૂ વળતરને પગલે રોકાણકારો દલાલ સ્ટ્રીટ તરફ વધુને વધુ આકર્ષાઈ રહ્યાં છે. નવા ડીમેટ એકાઉન્ટ ઓપનિંગના આંકડા પર નજર ફેરવી તો પાછલા 11 મહિનામાં રેકોર્ડબ્રેક ખાતા ખુલ્યા છે.
13.2 કરોડના આંકડાને સ્પર્શ કર્યો
જો ડેટા પર નજર કરીએ તો ઓક્ટોબર મહિના સુધીમાં 13.22 કરોડથી પણ ધારે ડીમેટ ખાતા ખુલી ચુક્યાં છે. જેમાંથી પાછલા 11 મહિનામાં સૌથી વધુ એકાઉન્ટ ખુલ્યાં છે. તેમાં સેન્ટ્રલ ડિપોઝિટરી અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી (CDSL)માં લગભગ 9.85 કરોડ અને નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી (NSDL) માં 3.38 કરોડથી પણ વધારે ખાતા છે. એક વર્ષની સરખામણીમાં 2.79 કરોડ એકાઉન્ટ વધ્યાં છે.
સારું વળતર આપી રહ્યા છે મિડકેપ અને સ્મોલકેપ
બજારના જાણકારોના મતે માર્ચ મહિનાથી બજારમાં ઘણી વૃદ્ધિ જોવા મળી છે. અત્યાર સુધી મિડકેપ શેરોએ સારું વળતર આપ્યું છે. આ વર્ષે હજુ વધુ ફેરફારો જોવા મળશે કારણ કે મિડકેપ અને સ્મોલકેપ સારું વળતર આપી રહ્યા છે. મોટાભાગના રોકાણકારો આ શેરોમાં નાણાંનું રોકાણ કરવાનું પસંદ કરે છે. માર્ચથી અત્યાર સુધીમાં સેન્સેક્સમાં 9.34 ટકા અને નિફ્ટીમાં 11.24 ટકાનો વધારો થયો છે.
ડીમેટ ખાતાની સંખ્યા આગળ પણ વધતી રહેશે
ભવિષ્યમાં પણ ગત વર્ષની સરખામણીમાં વૃદ્ધિની ગતિ જળવાઈ રહેશે. દેશમાં શેરબજારમાં રોકાણકારોની સંખ્યા હજુ ઘણી ઓછી છે. ડીમેટ ખાતામાં વધારાનો સીધો અર્થ એ છે કે શેરબજાર સારું પ્રદર્શન કરી રહ્યું છે. જાણકારો અનુસાર ભવિષ્યમાં પણ નવા ખાતાની સંખ્યા વધતી રહેશે.
માર્ચ મહિનાથી શેરબજારમાં તેજી યથાવત
માર્ચથી રોકાણકારોને સારો નફો થયો છે, જેની અસર ડીમેટ ખાતાઓ પર પણ જોવા મળી રહી છે. અગાઉ પણ માર્કેટમાં આવેલી તેજીએ ડીમેટ ખાતા તરફ લોકોનો રસ વધાર્યો છે.
ડિજિટલ એપ્સનો મોટો ફાળો
ડિજિટલ ક્રાંતિના કારણે કંપનીઓમાં પણ ફેરફાર થયા છે. ટેક્નોલોજીની મદદથી કંપનીઓ વધુને વધુ ગ્રાહકોને સેવાઓ પૂરી પાડવા સક્ષમ બની રહી છે. ડિજિટલ એપ નવા લોકોને ડીમેટ ખાતા સાથે જોડે છે. આ એપ્સના કારણે જૂની કંપનીઓએ પણ તેમની સેવાઓમાં સુધારો કરવો પડ્યો છે.
આ પણ વાંચોઃ Gujarat Heart Attack/ ગુજરાતમાં હાર્ટ એટેકથી વધુ બેના મોત
આ પણ વાંચોઃ ‘પઠાણ’ સામે પડકાર/ વર્લ્ડ કપમાં આજે ઓસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર
આ પણ વાંચોઃ Air Pollution/ દિલ્હી વાયુ પ્રદૂષણને પગલે નિષ્ણાતની ચેતવણી ‘હૃદય અને મગજને પણ અસર કરે છે’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.
તમે અમને Facebook, Twitter, WhatsApp,Telegram, Instagram, Koo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.