Not Set/ હાર્દિકના ઉપવાસના સમર્થનમાં પાટીદારો દ્વારા રામધૂન, ટોપી પર લખ્યું ‘જય સરદાર, યુદ્ધ એ જ કલ્યાણ.’

અમદાવાદમાં હાર્દિક પટેલનો ઉપવાસનો આજે સાતમો દિવસ છે. ત્યારે હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં પાટીદારો દ્વારા રામધૂન કરવામાં આવ્યુ હતું. શહેરના ઘુમા ગામમાં મોટી સંખ્યામાં પાટીદારો એકઠા થયા હતા અને સરકારને સદબુદ્ધિ આપે તે માટે  હવનનું આયોજન કરાયું હતું.  બોટાદમાં પણ પાટીદાર સમર્થન – બોટાદમાં હાર્દિક પટેલના ઉપવાસને સમર્થન આપવા માટે ઢસા પાસ દ્વારા પટેલ સમાજની […]

Top Stories Gujarat Trending
06 4 હાર્દિકના ઉપવાસના સમર્થનમાં પાટીદારો દ્વારા રામધૂન, ટોપી પર લખ્યું 'જય સરદાર, યુદ્ધ એ જ કલ્યાણ.'

અમદાવાદમાં હાર્દિક પટેલનો ઉપવાસનો આજે સાતમો દિવસ છે. ત્યારે હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં પાટીદારો દ્વારા રામધૂન કરવામાં આવ્યુ હતું. શહેરના ઘુમા ગામમાં મોટી સંખ્યામાં પાટીદારો એકઠા થયા હતા અને સરકારને સદબુદ્ધિ આપે તે માટે  હવનનું આયોજન કરાયું હતું. 06 5 હાર્દિકના ઉપવાસના સમર્થનમાં પાટીદારો દ્વારા રામધૂન, ટોપી પર લખ્યું 'જય સરદાર, યુદ્ધ એ જ કલ્યાણ.'

બોટાદમાં પણ પાટીદાર સમર્થન – બોટાદમાં હાર્દિક પટેલના ઉપવાસને સમર્થન આપવા માટે ઢસા પાસ દ્વારા પટેલ સમાજની વાડીમાં પ્રતીક ઉપવાસ શરૂ કરવામાં આવ્યાં છે. ઢસા પાસ દ્વારા પટેલ સમાજની વાડીમાં જ આ આયોજીત કરવામાં આવ્યું છે. પાસના કાર્યકરોએ રામધૂન બોલાવી હતી. જેમાં 100થી વધારે પાસના કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યાં હતાં. ઢસા પોલીસ દ્વારા ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

06 3 હાર્દિકના ઉપવાસના સમર્થનમાં પાટીદારો દ્વારા રામધૂન, ટોપી પર લખ્યું 'જય સરદાર, યુદ્ધ એ જ કલ્યાણ.'

સુરતના પાટીદાર વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પ્રતિક ઉપવાસ આંદોલન ચાલી રહ્યાં છે. સુરતમાં આજે ચારથી વધારે સોસાયટીમાં પ્રતિક ઉપવાસના કાર્યક્રમ યોજવામાં આવ્યાં છે. પાટીદારોની મુખ્ય માંગ છે કે, પાટીદાર સમાજને અનામત, ખેડુતોના દેવા માફી અને અલ્પેશ કથીરિયાને જેલ મુક્ત કરવામાં આવે.

06 2 હાર્દિકના ઉપવાસના સમર્થનમાં પાટીદારો દ્વારા રામધૂન, ટોપી પર લખ્યું 'જય સરદાર, યુદ્ધ એ જ કલ્યાણ.'

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પ્રતિક ઉપવાસ- સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હાર્દિક પટેલના ઉપવાસને સમર્થન મળી રહ્યું છે. પાટડીના ખેરવા ગામનાં લોકો પ્રતિક ઉપવાસ કરીને આંદોલનને વેગવંતુ બનાવી રહ્યાં છે. પાટડી, સાયલા, વઢવાણ, ધ્રાંગધ્રાનાં અનેક ગામોમાં સમર્થન મળી આપ્યું છે.