Not Set/ વડોદરા: પાણીપુરી પર પ્રતિબંધનો મામલો, હાઇજેનિક પાણીપુરી બનાવવાના ક્લાસ લીધા

વડોદરા વડોદરા મહાનગર સેવાસદનની આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક સપ્તાહથી શહેરમાં વેચાણ થતી પાણીપુરીની લારીઓ તેમજ બનાવટ કરનાર વેપારીઓ સામે તંત્રએ લાલ આંખ કરી હતી. જો કે, આ મામલે મનપા કમિશનર અજય ભાદુએ એક ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી કે, વડોદરામાં પાણીપુરી પર પ્રતિબંધ નથી. તો બીજી તરફ પાણીપુરી વિક્રેતાઓને હાઇજેનિક પાણીપુરી બનાવતા શીખવાડ માટે […]

Gujarat Vadodara Trending
200693948 H વડોદરા: પાણીપુરી પર પ્રતિબંધનો મામલો, હાઇજેનિક પાણીપુરી બનાવવાના ક્લાસ લીધા

વડોદરા

વડોદરા મહાનગર સેવાસદનની આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક સપ્તાહથી શહેરમાં વેચાણ થતી પાણીપુરીની લારીઓ તેમજ બનાવટ કરનાર વેપારીઓ સામે તંત્રએ લાલ આંખ કરી હતી. જો કે, આ મામલે મનપા કમિશનર અજય ભાદુએ એક ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી કે, વડોદરામાં પાણીપુરી પર પ્રતિબંધ નથી.

તો બીજી તરફ પાણીપુરી વિક્રેતાઓને હાઇજેનિક પાણીપુરી બનાવતા શીખવાડ માટે કલાસ લેવામાં આવી હતી. તમામના નામ નોંધી સ્વચ્છતા જાળવતા શીખવાડ્યું હતું.

શહેરીજનોના સ્વાદ સાથે પાણીપુરી વિક્રેતાઓની રોજીરોટી જળવાઈ રહે તે હેતુથી વિક્રેતાઓએ પાણીપુરીના ભાવ વધારવાનું જણાવ્યું હતું. આ સાથે તે પણ જણાવ્યું કે, હાઇજિન નહીં જળવાય તો કાયદેસરના પગલાં લેવાશે.

વડોદરા સહિતના રાજ્યના કેટલાક મોટા શહેરોમાં પાણીપુરી કેવી ખરાબ સ્થિતિમાં બને છે, તેમાં વપરાતા બટાકા કેટલા સડેલા અને વપરાશમાં લેવાતું પાણી કેટલી હદે બિનઆરોગ્યપ્રદ હોય છે તેની ઝુંબેશ ચાલી રહી છે.

તમામ શહેરોના મ્યુનિસિપાલિટીની હસ્તકની આરોગ્ય શાખાના સેનિટરી ઇન્સ્પેક્ટર્સ બિનઆરોગ્યપ્રદ પાણીપુરી વેંચતા ખુમચા, દુકાનો અને ગલ્લાવાળાઓ વિરુદ્ધ  તકેદારીના ભાગરૂપે તપાસણી અને કાર્યવાહી કરી રહ્યા છે. એટલું જ નહિ, પાણીપુરીના ઉપયોગમાં લેવાતા સડેલા બટેકા, ચણા, મસાલાવાળા ગંદા પાણીનો નાશ પણ કરી રહી છે.