ભુવનેશ્વર,
દેશના નક્સલ પ્રભાવિત રાજયોમાંના એક ઓરિસ્સામાં ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં સુરક્ષાબળોના જવાનોને મોટી સફળતા મળી છે. ઓરિસ્સાના મલકાનગિરી જિલ્લામાં થયેલા એક એન્કાઉન્ટરમાં પાંચ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે.
માનવામાં આવી રહ્યું છે કે, સોમવાર સવારે રાજ્યના મલકાનગિરી જિલ્લાના કલિમેદા વિસ્તારમાં સુરક્ષાબળોના જવાનો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર શરુ થયું હતું. આ એન્કાઉન્ટરમાં નક્સલીઓને જડબાતોડ જવાબ આપતા જવાનોને જવાબી ફાયરીંગ કર્યું હતું, જેમાં ૫ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે.
દંતેવાડામાં પણ થયું હતું એન્કાઉન્ટર
અત્રે ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢના દંતેવાડામાં ગત મંગળવાર સવારે એક મોટો નક્સલી હુમલો થયો હતો, જેમાં ૨ જવાનો શહીદ થયા હતા, તેમજ દુરદર્શન ચેનલના એક કેમેરામેનનું મોત થયું હતું.
આ હુમલો એ સમયે કરવામાં આવ્યો જયારે દિલ્હી દૂરદર્શનની એક ટીમ જંગલની અંદર સુરક્ષાબળો સાથે તેઓની ગતિવિધિઓનું કવરેજ કરવા માટે પહોંચી હતી. જો કે આ દરમિયાન જ નીવાલાયા વિસ્તારમાં ઘાત લગાવીને બેઠેલા નક્સલીઓએ આ જવાનો પર ફાયરિંગ શરુ કર્યું હતું. ગોળીબારીમાં પોલીસબળોના ૨ જવાન ઘાયલ થયા છે