રાજકીય/ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ જોડાશે ‘આપ’માં ?

રાજકીય વર્તુળોમાં હાર્દિક પટેલના આમ આદમી પાર્ટીમાં જોડાવાની જોરશોરથી અટકળો ચાલી રહી છે. હાર્દિક પટેલ આપના ટોચના નેતાઓને મળ્યા હોવાની પણ અટકળો ચાલી રહી છે.

Top Stories Gujarat
હાર્દિક પટેલ રાજકીય વર્તુળોમાં તેમના આમ આદમી પાર્ટીમાં જોડાવાની જોરશોરથી અટકળો ચાલી રહી છે. હાર્દિક પટેલ આપના ટોચના નેતાઓ

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી હોય અને તોડ જોડ ના હોય તો કેમ્ચાલે ચૂંટણી ની સાથે પક્ષાંતરની મોસમ પણ ખીલી ઉઠે છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ માટે માઠા  કહી શકાય તેવા સમાચાર સુત્રો પાસે થી જાણવા મળ્યા છે.  સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ પાટીદાર નેતા એટલે કે હાર્દિક પટેલ કોંગ્રેસનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાય તેવા અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં પણ સુસુપ્તા અવસ્થામાં છે. અને જાણે  હાંસિયામાં ધકેલાઈ ગયા છે. છે. ત્યારે રાજકીય વર્તુળોમાં તેમના આમ આદમી પાર્ટીમાં જોડાવાની જોરશોરથી અટકળો ચાલી રહી છે. હાર્દિક પટેલ આપના ટોચના નેતાઓને મળ્યા હોવાની પણ અટકળો ચાલી રહી છે.  જો કે હાર્દિક પટેલ આપમાં જોડાશે કે કેમ તે તો સમય આવ્યે જ ખબર પડશે. પરંતુ હર્દીકમાં આપમાં જોડાવાથી આપ ને ચોક્કસ એક પાટીદાર ચહેરો મળી શકે તેમ છે. હાર્દિક પટેલ આપમાં જોડાય તો ગુજરાત આપમાં તેમને મોટું સ્થાન મળી શકે છે. જો હાર્દિક પટેલ આપમાં જોડાય તો ગુજરાત કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણી પહેલા મોટો  ફટકો પડી શકે તેમ છે.  જો કે હાર્દિક પ[અતેલ તરફથી આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

અત્રે નોધનીય છે કે હાર્દિક પટેલે થોડા સમય અગાઉ જ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ ને ખુલ્લો પત્ર લખીને કોંગ્રેસમાં જોડવા માટે આમંત્રણ આપ્યું હતું.

અત્રે નોધનીય છે કે રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોટના મુખ્ય સલાહકાર  સંયમ લોઢાએ ટ્વિટ કર્યું- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022, ભાજપની નજર કોંગ્રેસના 10 ધારાસભ્યો પર છે. સ્વસ્થ બનો, સજાગ બનો. લોઢાએ સ્પષ્ટપણે ગુજરાત કોંગ્રેસમાં ભાંગફોડની શક્યતા વ્યક્ત કરી છે. લોઢાએ પોતાના ટ્વીટમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ટેગ કર્યા છે.

હાર્દિક પટેલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સભ્ય તરીકે રાજકારણમાં પ્રવેશ્યા. આ પહેલાં હર્દિક પટેલે પાટિદાર આરક્ષણ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. મુખ્યત્વે એક સામાજિક કાર્યકર તરીકે તેઓ પાટીદાર યુવા સંસ્થા સરદાર પટેલ ગ્રુપ (એસપીજી) માં સામેલ હતા અને ત્યારબાદ વિરમગામ એકમના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તેમણે 2015 માં પાટિદાર આંદોલનનું નેતૃત્વ કર્યું હતું, તેમણે 2017 માં કોંગ્રેસની ઝુંબેશ પર કામ કર્યું હતું અને ત્યાર બાદ તેમને એક સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

રાજકીય/ ‘AAP એ કોંગ્રેસ અને BJP બંનેનો વિકલ્પ છે’, પાર્ટીનું પ્રદર્શન ઐતિહાસિક રહેશે : ગોપાલ ઈટાલીયા

National/ જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા બે દિવસની મુલાકાતે ભારત આવ્યા, પીએમ મોદીને મળ્યા