LPG/ કેબિનેટે LPGની ખોટ પેટે OMCsને રૂ. 22,000 કરોડની ગ્રાન્ટને મંજૂરી આપી

કેન્દ્રીય કેબિનેટે 12 ઓક્ટોબરે તેની બેઠકમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)માં થયેલા નુકસાન માટે રાજ્ય સંચાલિત ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ને રૂ. 22,000 કરોડની એક વખતની ગ્રાન્ટને મંજૂરી આપી છે. 

Top Stories India
LPG કેબિનેટે LPGની ખોટ પેટે OMCsને રૂ. 22,000 કરોડની ગ્રાન્ટને મંજૂરી આપી

કેન્દ્રીય કેબિનેટે 12 ઓક્ટોબરે તેની બેઠકમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)માં થયેલા નુકસાન માટે રાજ્ય સંચાલિત ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ને રૂ. 22,000 કરોડની એક વખતની ગ્રાન્ટને મંજૂરી આપી છે.

કેબિનેટે ડોમેસ્ટિક એલપીજીમાં નુકસાન માટે PSU OMCsને વન ટાઇમ ગ્રાન્ટ તરીકે રૂ. 22,000 કરોડની મંજૂરી આપી છે. તે PSU OMCsને આત્મનિર્ભર ભારત અભિયાન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા ચાલુ રાખવામાં મદદ કરશે, જેથી ઘરેલું એલપીજી સપ્લાયમાં અવરોધ ન આવે તે સુનિશ્ચિત કરવામાં આવશે,” એમ કેન્દ્રએ એક સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું.

સરકાર આ ઉપરાંત રાજ્ય સંચાલિત OMCs માટે પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે વધારાની ગ્રાન્ટની વિચારણા કરી રહી છે. ત્રણ સૌથી મોટા સરકારી રિટેલર્સ – ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ – જે મળીને ભારતના 90 ટકાથી વધુ પેટ્રોલિયમ ઈંધણનો પુરવઠો પૂરો પાડે છે, તેઓએ રેકોર્ડ આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવવધારાને શોષીને વર્ષોમાં સૌથી ખરાબ ત્રિમાસિક નુકસાન સહન કર્યા છે. કંપનીઓએ એપ્રિલની શરૂઆતથી જ પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવને ઝડપી ફુગાવાને અટકાવવા માટે સ્થિર રાખ્યા છે.

સરકારે માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે ઓઇલ સબસિડી રૂ. 5,800 કરોડની ફાળવણી કરી હતી. ભારત તેની કુલ જરૂરિયાતના લગભગ અડધા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસની આયાત કરે છે, જે સામાન્ય રીતે રસોઈ ઇંધણ તરીકે વપરાય છે. સાઉદી કોન્ટ્રાક્ટ પ્રાઈસની કિંમત, ભારતમાં LPG માટે આયાત બેન્ચમાર્ક, છેલ્લા બે વર્ષમાં 303 ટકા વધી છે, જ્યારે દિલ્હીમાં છૂટક કિંમતમાં 28 ટકાનો વધારો થયો છે, ભારતના ઓઈલ મંત્રી હરદીપ સિંહ પુરીએ 9 સપ્ટેમ્બરે જણાવ્યું હતું.