Not Set/ દિલ્હીનાં કાલિંદી કુંજ મેટ્રો સ્ટેશનની પાસે લાગી આગ, અંદાજે 15 દુકાનો આગમાં ખાખ

દિલ્હીનાં કાલિંદી કુંજ મેટ્રો સ્ટેશનની નજીક ફર્નિચર બજારમાં ભયંકર આગ લાગી છે, જેના કારણે લોકોમાં અપરા-તફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. જો કે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ હોવાનું હજુ સામે આવ્યુ નથી. Delhi: Fire broke out in a furniture market near Kalindi […]

Top Stories India
delhifire 1561088252 દિલ્હીનાં કાલિંદી કુંજ મેટ્રો સ્ટેશનની પાસે લાગી આગ, અંદાજે 15 દુકાનો આગમાં ખાખ

દિલ્હીનાં કાલિંદી કુંજ મેટ્રો સ્ટેશનની નજીક ફર્નિચર બજારમાં ભયંકર આગ લાગી છે, જેના કારણે લોકોમાં અપરા-તફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. જો કે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ હોવાનું હજુ સામે આવ્યુ નથી.

કાલિંદી કુંજ મેટ્રો સ્ટેશનની પાસે ફર્નિચર માર્કેટમાં અચાનક આગ લાગી, જેને જોતા સાવચેતી માટે ફાયર વિભાગે અહી મેટ્રોને રોકી દીધી હતી. ફાયરની ગાડીઓ આ આગ પર કાબૂ મેળવવામાં લાગી ગઇ છે. આપને જણાવી દઇએ કે,પોલીસે આ માર્કેટને હટાવવા માટે ઘણીવાર એમસીડીને પત્ર લખ્યો હતો, પરંતુ આ ગેરકાયદેસર માર્કેટને હટાવવામાં આવ્યુ નહી. તાજ જાણકારી મુજબ આગ પર લગભગ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જો કે આ આગમાં લગભગ 15 દુકાનો આગની ભેટ ચઢી ગઇ છે. આ સમગ્ર ફર્નિચર માર્કેટ છે.

દિલ્હીનાં ફાયર સર્વિસના ડિરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે, આગ સવારે 5.55 વાગ્યે લાગી હતી. ફાયર બ્રિગેડની 17 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી કોઇ જાનહાનિ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જસોલા વિહાર અને શાહીન બાગ રૂટ પર ચાલતી મજેન્ટ લાઇનની મેટ્રો રેલને રોકવામાં આવી છે. આગ પર કાબૂ મેળવ્યા બાદ જ ટ્રેનને ફરી શરૂ કરવામાં આવશે. દિલ્હી મેટ્રો રેલ્વે કોર્પોરેશને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, બોટનિકસ ગાર્ડનથી મજેન્ટા લાઇનનો ઉપયોગ કરનારા યાત્રીઓ બ્લૂ લાઇનનો ઉપયોગ કરે. મેટ્રો સેવા લગભગ વધુ દોઢ કલાક બંધ રહેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.