Not Set/ વિશ્વની સાથે વિશ્વની સૌથી ઉંચી “યુદ્ધ ભૂમી” પર “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી

સમગ્ર વિશ્વ જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહ્યુ છે ત્યારે ભારત તિબેટ બોર્ડર પોલીસનાં જાબાંઝ જવાનોએ વિશ્વની સૌથી ઉંચી યુદ્ધ ભૂમી લદાખમાં 14000 ફૂટની ઉંચાઈ યોગ દિવસની ઉજવણી કરી હતી. ITBPના જવાનો દ્રારા લદાખ બેઇઝ પર માઈનસ ડિગ્રી ઠંડીમાં યોગાસન કરવામા આવ્યા હતા. આપને જણાવી દઇએ કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 11 ડિસેમ્બર 2014ના રોજ 21 […]

Top Stories Health & Fitness India Lifestyle
pjimage 2 5 વિશ્વની સાથે વિશ્વની સૌથી ઉંચી "યુદ્ધ ભૂમી" પર "વિશ્વ યોગ દિવસ"ની ઉજવણી

સમગ્ર વિશ્વ જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહ્યુ છે ત્યારે ભારત તિબેટ બોર્ડર પોલીસનાં જાબાંઝ જવાનોએ વિશ્વની સૌથી ઉંચી યુદ્ધ ભૂમી લદાખમાં 14000 ફૂટની ઉંચાઈ યોગ દિવસની ઉજવણી કરી હતી. ITBPના જવાનો દ્રારા લદાખ બેઇઝ પર માઈનસ ડિગ્રી ઠંડીમાં યોગાસન કરવામા આવ્યા હતા.

આપને જણાવી દઇએ કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 11 ડિસેમ્બર 2014ના રોજ 21 જૂનને સમગ્ર વિશ્વમાં યોગ દિવસ જાહેર કર્યો હતો અને આજે જ્યારે ભારત સહિત વિશ્વનાં અનેક દેશો પાંચમો વિશ્વ યોગ દિવસ મનાવી રહ્યા છે ત્યારે ITBPનાં જવાનો દ્રારા આ યોગ દિવસ મનાવવા ભરપૂર પ્રેક્ટીશ અને તૈયારી પણ કરવામા આવી હતી. ITBP લદાખ દ્રારા થોડા દિવસ પૂર્વે પણ જવાનો દ્રારા યોગ પ્રેક્ટીશનો વિડીયો શેર કરવામા આવ્યો હતો. તો આજે પણ જવાનો દ્રારા વિશ્વની સાથે વિશ્વની સૌથી ઉંચી યુદ્ધ ભૂમી પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ITBP જવાનો દ્રારા લદાખમાં 14000 ફૂટ ઉંચાઇએ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી

ITBP જવાનો દ્રારા સિક્કીમનાં દોરજીલામાં 19000 ફૂટ ઉંચાઇએ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.