સુરત/ પત્નીની સારવારના નામે જામીન મેળવી ફરાર ડ્રગ્સ માફિયા ઝડપાયો

હાલ ડ્રગ્સનું દુષણ સમગ્ર ગુજરાતમાં દિવસે વધી રહ્યું છે તેવામાં સુરતમાં ડ્રગ્સ ઘુસાડી અને વેપલો કરનાર કુખ્યાત ડ્રગ્સ માફિયા ઈસ્માઈલ ગુર્જર લાજપોર જેલમાંથી વચગાળાના જામીન લઈ ફરાર થઈ ગયો હતો.

Top Stories Gujarat Surat
ડ્રગ્સ માફિયા

@દિવ્યેશ પરમાર

Surat News: સુરતનો કુખ્યાત ડ્રગ્સ માફિયા ઈસ્માઈલ ગુર્જરની પોલીસે ફિલ્મી ઢબે ધરપકડ કરી હતી.ઇસ્માઈલ ગુર્જર વચગાળાના જામીન લઈ ત્યારબાદ ફરી હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો.તેથી પોલીસે તેમને શોધવા માટે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન અડાજણ વિસ્તારમાં આવેલી એક સોડાની દુકાન પાસેથી ડ્રગ્સ માફિયા ઇસ્માઈલ ગુર્જર ની ધરપકડ કરવામાં આવી હતી.ધરપકડ સમય દરમિયાન ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.જેમાં એકલા હાથે એસ.ઓ.જી પોલીસ ના કોન્સ્ટેબલ દ્વારા ઈસ્માઈલ ને ફિલ્મી ઢબે ઝડપી પાડવામાં આવ્યો હતો.

હાલ ડ્રગ્સનું દુષણ સમગ્ર ગુજરાતમાં દિવસે વધી રહ્યું છે તેવામાં સુરતમાં ડ્રગ્સ ઘુસાડી અને વેપલો કરનાર કુખ્યાત ડ્રગ્સ માફિયા ઈસ્માઈલ ગુર્જર લાજપોર જેલમાંથી વચગાળાના જામીન લઈ ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે પોલીસે તેમની શોધખોળ આદરી હતી. પુણા પોલીસ મથક વિસ્તારના નિયોલ ચેકપોસ્ટ પાસેથી બે લોકોને 39 લાખના કોકેઈન સાથે ઝડપી પાડ્યા હતા.તે દરમિયાન આ કોકેઈન પાછળ ઈસ્માઈલ ગુર્જરનો હાથ હોવાનો સામે આવ્યો હતો.તેથી તેમની તાત્કાલિક ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો તે દરમિયાન વડોદરાના મોકસી ગામ ખાતે.

ATS એ કરેલી રેડ દરમિયાન 225 કિલો એમડી ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો તેમાં પણ ઈસ્માઈલ ગુર્જરનું નામ સામે આવ્યું હતું આ ગુનામાં પણ ઈસ્માઈલ ગુર્જર જેલમાં બંધ છે ત્યારેઆ બન્ને ગુનાઓ આચરતા તેમણે મુકેલી જામીન અરજી ના મંજૂર કરવામાં આવી હતી.જો કે આ બંને ગુના કર્યા બાદ તેમની આવક બંધ થઈ જતા તેમની પત્ની હિના મુબારકે સમગ્ર કારભાર સાંભળી લીધો હતી.તે દરમ્યાન હીના ને પણ એસ ઓ જી પોલીસે પચાસ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડી હતી.જેથી પતિ પત્ની લાજપોર જેલમાં બંધ હતા.

તેથી જ બને એ ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો.જેથી ઈસ્માઈલ તેમની પત્નીની સારવાર માટે નાણા એકઠા કરવા જવા માટે થઈને વચગાળાના જામીન માંગ્યા હતા.ત્યારબાદ હિનાએ પણ તે જ રીતે જામીન માંગ્યા હતા તે કે કોર્ટે હીનાને બે દિવસના પોલીસ જાપતા સાથેના જામીન આપ્યા હતા.અને ઇસ્માઇલને પણ જામીન આપ્યા હતા.

ત્યારબાદ જામીન મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ઇસ્માઇલ હાજર થયો ન હતો.જેથી પોલીસ તેને શોધી રહી હતી કે અડાજણ વિસ્તારમાં પરશુરામ ગાર્ડન નજીક આવેલી સોડાની દુકાને ઈસ્માઈલ સોડા પીવા માટે આવ્યો છે તેથી તાત્કાલિક જ એસ.ઓ.જી પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યારે ઈસ્માઈલ ત્યાં હાજર હતો.

એક પોલીસ કોન્સ્ટેબલે એકલા હાથે જ ઈસ્માઈલ ને દબોચી લીધો હતો આ ધરપકડ દરમિયાન ના સીસીટીવી સામે આવ્યા હતા જેમાં ઇસ્માઈલ પોલીસ કોસ્ટેબલના હાથમાંથી રીતસર ભાગવા માટે ધમપછાડા કરી રહ્યો હતો. પોલીસે આરોપી ઇસ્માઈલ ગુર્જરની ફિલ્મી ઢબે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો:મંજુસર ગામે થયું કોમી અથડામણ,પથ્થરમારામાં શ્રીજીની અનેક પ્રતિમાઓ ખંડિત

આ પણ વાંચો:સુરતમાં ચોકલેટના ગણપતિનું અનોખી રીતે વિસર્જન

આ પણ વાંચો:તળાજામાં વ્હાલશોયાના ટુકડા જોઈ પરિવાર સ્તબ્ધ

આ પણ વાંચો:આ રાક્ષસી વૃક્ષથી ચેતવુ જરૂરી, રાજ્ય સરકારે રોપા ઉછેર પર સંપૂર્ણ પ્રતિબંધ