Not Set/ “ગોંડલ ગુંડાનું ગામ” કહેવું અમિત ચાવડાને પડયુ ભારે …

વિધાનસભામાં બે દિવસ પહેલા વિપક્ષી નેતા અમિતભાઈ ચાવડાએ ગોંડલની ઓળખ ગુંડાના ગામ તરીકે પ્રચલિત છે તેવું નિવેદન આપતા તેના ઘેરા પ્રત્યાઘાતો ગોંડલ પંથકમાં પડ્યા હતા

Gujarat Others Trending
lalit vasoya 1 "ગોંડલ ગુંડાનું ગામ" કહેવું અમિત ચાવડાને પડયુ ભારે ...

વિધાનસભામાં બે દિવસ પહેલા વિપક્ષી નેતા અમિતભાઈ ચાવડાએ ગોંડલની ઓળખ ગુંડાના ગામ તરીકે પ્રચલિત છે તેવું નિવેદન આપતા તેના ઘેરા પ્રત્યાઘાતો ગોંડલ પંથકમાં પડ્યા હતા ભાજપી આગેવાનો દ્વારા કોલેજ ચોક ખાતે અમિતભાઈ ચાવડાના પૂતળા દહન કરાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા એ જણાવ્યું હતું કે ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી ની ભુમી છે. સંતો મહંતો અહીં બિરાજમાન છે. છેલ્લા ત્રણ દાયકાથી ભાજપના શાસનના કારણે ગોંડલમાં શાંતિ છે. અમિત ચાવડા એ ગોંડલ શહેર પંથકની શાંતિને ડહોળવાનો પ્રયાસ કર્યો છે. ત્રણ દાયકા પહેલા રાજ્યમાં કોનુ શાસન હતું. ગોંડલ પર ક્યાં રાજકારણીઓના હાથ હતા. તે તેઓએ જાણીને શબ્દ પ્રયોગો કરવા જોઈએ.

તેમના પાયાવિહોણા નિવેદન ના વિરોધમાં આજે કોલેજ ચોક ખાતે પૂતળા દહન કરવામાં આવ્યું છે. આ તકે નગરપાલિકા પ્રમુખ શીતલબેન સમીરભાઈ કોટડીયા, પ્રફુલભાઈ ટોળીયા, અલ્પેશભાઈ ઢોલરીયા, પ્રફુલભાઈ રાજ્યગુરુ પાલિકાના સદસ્યોને સહિત બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા