Not Set/ પ્રધાનમંત્રી મોદીનો ખડગપુર રેલીમાં હુંકાર, આ વખતે જોરથી છાપ, કમલ છાપ….। હવે ભય નહીં, ફક્ત જય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રવાસે છે. આજે ખડગપુરમાં એક રેલીને સંબોધતા મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં દીદી વિકાસની દરેક યોજનાની સામે દિવાલ બનીને ઉભી થઇ ગઇ છે. દીદીને તમે જનાદેશ આપ્યો પરંતુ દીદીએ તમારી સાથે વિશ્વાસઘાત કર્યો અને તમારા સપનાને ચૂર ચૂર કરી નાંખ્યા. દીદીને લાગે છે કે જો કેન્દ્રની યોજનાઓનો ફાયદો લોકોને […]

Top Stories India
1616043975 6471 પ્રધાનમંત્રી મોદીનો ખડગપુર રેલીમાં હુંકાર, આ વખતે જોરથી છાપ, કમલ છાપ....। હવે ભય નહીં, ફક્ત જય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રવાસે છે. આજે ખડગપુરમાં એક રેલીને સંબોધતા મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં દીદી વિકાસની દરેક યોજનાની સામે દિવાલ બનીને ઉભી થઇ ગઇ છે. દીદીને તમે જનાદેશ આપ્યો પરંતુ દીદીએ તમારી સાથે વિશ્વાસઘાત કર્યો અને તમારા સપનાને ચૂર ચૂર કરી નાંખ્યા. દીદીને લાગે છે કે જો કેન્દ્રની યોજનાઓનો ફાયદો લોકોને થશે તો તેઓ મોદીને વોટ આપશે. મોદીએ કહ્યું કે જનતાનો ઉત્સાહ સ્પષ્ટ દર્શાવે છે કે બંગાળમાં અબ કી બાર બીજેપી સરકાર.

પીએમ મોદીએ મમતા પર પ્રહાર કરતાં કહ્યું કે દીદી પાસેથી પશ્ચિમ બંગાળના લોકો 10 વર્ષનો હિસાબ માંગી રહ્યા છે. અમ્ફાન ચક્રવાતનો હિસાબ માંગો તો દીદી ગુસ્સે થઇ જાય છે. રાશન ચોરીનો જવાબ માંગો તો જેલમાં નાંખી દેવામાં આવે છે. કોલસા ગોટાળા પર જવાબ માંગો તો પોલીસ ડંડા મારે છે. શહેરોમાં ફુટપાથ પર ધંધો કરતા ફેરિયાઓ પૂછી રહ્યા છે કે તેમને પીએમ સ્વનિધિ હેઠળ આર્થિક મદદ કેમ નથી મળી? આજે બંગાળની બહેનો પૂછી રહી છે કે દરેક ઘરમાં પાણી પહોંચાડવા માટે ટીએમસી સરકારને જે પૈસા મળ્યા હતા, તે પૈસા તિજોરીમાં નાંખીને કેમ બેસી ગઇ?

પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીએ સંબોધન દરમિયાન દીદીના ખેલા હોબે નારા પર કટાક્ષ કર્યો હતો. મોદીએ કહ્યું કે દીદી કહે છે ખેલા હોબે…અહીંના લોકો કહે છે ખેલા શેષ હોબે અને વિકાસ આરંભ હોબે. મોદીએ કહ્યું કે કાલે રાતે 55 મિનિટ માટે વૉટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ડાઉન થયું તો લોકો અધીરા બની ગયા. પરંતુ ભાઇઓ-બહેનો બંગાળમાં તે 50 વર્ષથી વિકાસ, સપના, સંકલ્પ બધુ જ ડાઉન છે. હું તમારી અધીરતાને સમજુ છું.

પીએમ મોદીએ કહ્યું કે બંગાળમાં કોંગ્રેસના કારનામા જોયા છે, વામદળોની બર્બાદીનો અનુભવ કર્યો છે અને ટીએમસીએ તમારા સપના ચૂર ચૂર કર્યા. છેલ્લા 70 વર્ષમાં આજ જોયું. અમને 5 વર્ષની તક આપો, 70 વર્ષની બરબાદીને ભુલાવી દઇશું.