Not Set/ હેડકલાર્ક પેપર ફૂટ્યું હોવાનો તંત્રે કર્યો સ્વીકાર, અસિત વોરાએ પોલીસને કર્યો મેઇલ

અસિત વોરાએ સાબરકાંઠા પોલીસને મેઇલ કર્યો છે. પેપર ફૂટવા મુદ્દે અસિત વોરાએ પોલીસને મેઇલ કર્યો છે. અને સાંજ સુધીમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ થઈ શકે છે.

Top Stories Gujarat Others Trending
bandk 1 9 હેડકલાર્ક પેપર ફૂટ્યું હોવાનો તંત્રે કર્યો સ્વીકાર, અસિત વોરાએ પોલીસને કર્યો મેઇલ
  • હેડકલાર્ક પેપર ફૂટ્યું હોવાનો તંત્રે કર્યો સ્વીકાર
  • અસિત વોરાએ સાબરકાંઠા પોલીસને કર્યો મેઇલ
  • પેપર ફૂટવા મુદ્દે અસિત વોરાએ પોલીસને કર્યો મેઇલ
  • સાંજ સુધીમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ થઈ શકે
  • 10થી 12 શખ્સો સામે નોંધાઈ શકે છે ગુનો
  • મોડી સાંજ સુધીમાં સરકાર સત્તાવાર જાહેરાત કરી શકે
  • અનેકની ધરપકડના ભણકારા

ગતરોજ રવિવારે 11 ડિસેમ્બરના રોજ રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગે આપ એટલે કે આમ આદમી પાર્ટીના વિધાર્થી પાંખના નેતા યુવરાજ સિંહ દ્વારા પ્રેસ કૉંફરન્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ પરીક્ષાના પેપર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે લીક થયા છે. આ મામલે ગૌણ સેવ પસંદગી બોર્ડના ચેરમેન અસિત વોરા દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.

હેડકલાર્ક પેપર ફૂટ્યું હોવાનો તંત્રએ સ્વીકાર કર્યો છે. અસિત વોરાએ સાબરકાંઠા પોલીસને મેઇલ કર્યો છે. પેપર ફૂટવા મુદ્દે અસિત વોરાએ પોલીસને મેઇલ કર્યો છે. અને સાંજ સુધીમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ થઈ શકે છે. 10થી 12 શખ્સો સામે આ કેસમાં ગુનો નોંધાઈ શકે છે. મોડી સાંજ સુધીમાં સરકાર સત્તાવાર જાહેરાત કરી શકે છે. અનેકની ધરપકડના ભણકારા પણ વાગી રહ્યા છે.

તો બીજી બાજુ યુવરાજસિંહ ગૌણ સેવા પસંદગી મંડળને ફરિયાદ પણ કરવાના છે. તો આજે 4.00 કલાકે રૂબરૂ મળી પુરાવા પણ રજૂ કરશે. સાથે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પુરાવાની નકલ આપશે.

ઉઉલેખનીય છે કે, આ કેસમાં 1 આચાર્ય સહિત 4 શિક્ષકોની પેપરલીકમાં સંડોવણી  સામે આવી છે. તેમ સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેમાં સાબરકાંઠાની 1 શાળાના આચાર્યની સંડોવણી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ આચાર્યએ રૂ.4 લાખમાં ખરીદેલું પેપર રૂ.10 લાખમાં વેચ્યું હોવાની ચર્ચા ચાલી રહી હતી.  પરીક્ષાના બે કલાક પહેલાં વડોદરાના 3 તથા ભાવનગર, સુરેન્દ્રનગર અને કચ્છના 1-1 પરીક્ષાર્થીને આ જવાબો મળ્યાં હોવાનો આક્ષેપ પણ થયા હતા.

ઉલ્લેખનીય છે કે, 186 જગ્યા માટે ની પરીક્ષા યોજાઇ હતી.  જેમાં 2 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. અને આશરે દોઢ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.  યુવરાજ સિંહે પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે, પેપર લીક થઈ ગયું હતું

યુવરાજ સિંહ ના જણાવ્યા અનુસાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના એક ખાનગી ફાર્મ હાઉસમાંથી આ પેપર લીક થયું હતું.  જેમાં 16 વિધાર્થીઓ અને 1 નિરીક્ષક હિંમતનગરના ફાર્મ હાઉસમાં હાજર હતા. ભાવનગર, પ્રાંતિજ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં પરીક્ષા પહેલા પેપર પોહોંચ્યું હતું.  10 ને 36 મિનિટ પરીક્ષા પહેલા પેપર પોહોંચ્યું હતું.

એક ઉમેદવારને કોબાની એક સંસ્થામાંથી ચબરખી મળી હતી. હિંમતનગરમાં પેપર 10 અને 12 લાખમાં આ પેપર વેચાયા હોવાનો દાવો એમણે  કર્યો હતો. જ્યારે અન્ય સ્થળો પર 7 થી 8 લાખ માં વેચાયું હતું.

ઉજ્જૈન / રેલ્વે સ્ટેશન પર ભિખારીઓએ કર્યો નોટોનો વરસાદ, ઉડતી નોટો જોઈને બધા થઈ ગયા આશ્ચર્યચકિત

World / વિશ્વભરમાં કોરોનાથી થયેલા કુલ મોતનો આંકડો 53 લાખને પાર, અમેરિકામાં નોંધાયાં સૌથી વધુ મોત

Omicron / ઓમિક્રોનની લહેર તીવ્ર, દિલ્હી 4-ગુજરાતમાં 1 નવો દર્દી, અત્યાર સુધીમાં 78 કેસ