Not Set/ અમદાવાદ/ કાપડની ફેક્ટરી નંદમ ડેનિમમાં લાગી ભીષણ આગ, 5 લોકોનાં મોત

અમદાવાદના નારોલ-પીરાણા રોડ નજીક આવેલી એક કાપડની ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. જેમાં 5 લોકોના મોત નીપજ્યાં છે. આગને કાબુમાં લેવા માટે આધુનિક ક્રેનની મદદ પણ લેવામાં આવી હતી. આગ લાગતા દોડધામ મચી જવા પામી છે. કાપડની ફેક્ટરીમાં લાગેલી આગમાં 10 કરતા વધારે લોકો ફસાઈ ગયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. કાપડની […]

Top Stories Ahmedabad Gujarat
Untitled 68 અમદાવાદ/ કાપડની ફેક્ટરી નંદમ ડેનિમમાં લાગી ભીષણ આગ, 5 લોકોનાં મોત

અમદાવાદના નારોલ-પીરાણા રોડ નજીક આવેલી એક કાપડની ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. જેમાં 5 લોકોના મોત નીપજ્યાં છે. આગને કાબુમાં લેવા માટે આધુનિક ક્રેનની મદદ પણ લેવામાં આવી હતી. આગ લાગતા દોડધામ મચી જવા પામી છે.

કાપડની ફેક્ટરીમાં લાગેલી આગમાં 10 કરતા વધારે લોકો ફસાઈ ગયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટનાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આગ  ગ્રાઉન્ડ ફ્લોર, પહેલા માળે અને શેડ પર લાગી હતી. પહેલો માળ આગના કારણે સંપૂર્ણ નાશ પામ્યો છે. કાટમાળ હટાવી અને શોધખોળ કરવામાં આવી રહી છે.

આપને જણાવી દઈએ કે નારોલ-પીરાણા રોડ પર આવેલી નંદમ ડેનિમ નામની કાપડની ફેક્ટરીમાં લાગેલી આગ બુઝાવવા માટે સતત 3 કલાક સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે. અમદાવાદ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.