@અમિત રૂપાપરા
રવિવારે યોજનારી તલાટીની પરીક્ષાને લઈને સુરત ST વિભાગ દ્વારા ઉમેદવારોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ ઓનલાઇન બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને એક કંટ્રોલરૂમ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેથી બસને લઈને કોઈ પણ માહિતી કોઈપણ ઉમેદવારને મેળવવી હશે તો તે આ નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકશે.
સુરત ST વિભાગ દ્વારા તલાટીની પરીક્ષાને લઈને 6 તારીખના રોજ 70 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. આ ઉપરાંત 7 મેના રોજ 120 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. સુરતમાંથી વડોદરા, અમદાવાદ, નવસારી, વલસાડ, આણંદ, ભરૂચ અને તાપી સહિતના રૂટો પર એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન એસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
મહત્વની વાત છે કે, સુરત ST વિભાગ દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે જે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે તે બસો જો ફૂલ થઈ જશે તો તાત્કાલિક જ નવી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન પણ અગાઉથી જ કરી દેવામાં આવ્યું છે. જેથી કરીને ઉમેદવારોને કોઈ પણ પ્રકારની તકલીફ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં ન પડે. આ ઉપરાંત જે ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે તેમાં પણ જો આ બુકિંગ ફૂલ થઈ જશે તો તાત્કાલિક નવી બસોનો ઉમેરો કરીને આ ઓનલાઈન બુકિંગ શરૂ રાખવામાં આવશે.
આ પણ વાંચો:રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સજા સંભળાવનાર સુરતના ચીફ જજનું પ્રમોશન સાથે રાજકોટમાં ટ્રાન્સફર
આ પણ વાંચો:મોજશોખ માટે મોબાઇલ સ્નેચિંગ અને બાઇક ચોરી કરતા પાંચ યુવકોની ધરપકડ
આ પણ વાંચો:ભાજપના વોર્ડ પ્રમુખે બાકી લાખો રૂપિયા ભાડું ન ચૂકવતા પાલિકાએ ફૂડ કોર્ટ સીલ કરી
આ પણ વાંચો:અભ્યાસથી કંટાળી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
