Gujarat News : ગુજરાત સરકારના પંચાયત(Panchayat), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) તેમજ સંબંધિત કેડરના અધિકારીઓની બદલી અને બઢતીના આદેશો(Orders)માં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. 30/03/2026ના રોજ બહાર પડેલા અગાઉના કેટલાક બદલી અને બઢતીના હુકમો રદ્દ કરીને હવે નવા સ્થાનોએ નિમણૂક આપવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગની મંજૂરી બાદ સચિવાલય દ્વારા આ સુધારેલા આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાત સરકારના પંચાયત(Panchayat), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અધિકારીઓની બદલી અને બઢતીના આદેશો(Orders)માં મહત્વપૂર્ણ ફેરફાર
પહેલાં જારી કરાયેલા બદલીના આદેશો રદ્દ કરીને નીચે મુજબ નવી નિમણૂકો કરવામાં આવી છે:
- શ્રીમતી જુડીથ તેજસ પટેલ: ઉચ્છલ (તાપી) થી ચીટનીશ-કમ-TDO (તાપી) તરીકેની બદલી રદ્દ કરીને તેમને હવે તાલુકા વિકાસ અધિકારી, ખંભાત (આણંદ) તરીકે નિમણૂક આપવામાં આવી છે.
- ભુપેન્દ્રભાઈ રમણીકલાલ બગથરીયા: કોડીનાર (ગીર-સોમનાથ) થી મદદનીશ પ્રોજેક્ટ અધિકારી (વહીવટ), જૂનાગઢ તરીકેની બદલી રદ્દ કરીને તેમને તાલુકા વિકાસ અધિકારી, વંથલી (જૂનાગઢ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- રાજેશ બાબુલાલ ધનગર: વલસાડથી ચીટનીશ-કમ-TDO (સુરત) તરીકેની બદલી રદ્દ કરીને હવે તેમને તાલુકા વિકાસ અધિકારી, પડધરી (રાજકોટ) તરીકે જવાબદારી સોંપાઈ છે.
બઢતીના હુકમોમાં ફેરફાર અને નવી નિમણૂકો
વર્ગ-3માંથી વર્ગ-2માં બઢતી પામેલા અધિકારીઓના અગાઉના હુકમો રદ્દ કરીને નવી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવી છે:
કાંતિભાઈ ગણેશભાઈ પંડ્યા: નાયબ ચીટનીશ (પાટણ) થી મદદનીશ પ્રોજેક્ટ અધિકારી (વાવ-થરાદ) તરીકેની બઢતી રદ્દ કરીને તેમને તાલુકા વિકાસ અધિકારી, માળીયા મિયાણા (મોરબી) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભરતકુમાર લુગીદાન ગઢવી: નાયબ ચીટનીશ (બનાસકાંઠા) થી મદદનીશ પ્રોજેક્ટ અધિકારી (પાટણ) તરીકેનો હુકમ રદ્દ કરીને તેમને તાલુકા વિકાસ અધિકારી, ગોંડલ (રાજકોટ) તરીકે નિમણૂક આપવામાં આવી છે.
સાહીરમહમદ અભુભા મલેક: વિસ્તરણ અધિકારી (સુરેન્દ્રનગર) થી મદદનીશ પ્રોજેક્ટ અધિકારી (રાજકોટ) તરીકેની બઢતી રદ્દ કરીને તેમને તાલુકા વિકાસ અધિકારી, ખાંભા (અમરેલી) તરીકે મૂકવામાં આવ્યા છે.
હર્ષદકુમાર દુધાભાઈ રાઠોડ: નાયબ ચીટનીશ (ખેડા) થી TDO (ખંભાત) તરીકેની બઢતી રદ્દ કરીને તેમને ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી (જિલ્લા વિકાસ અધિકારી), જિલ્લા પંચાયત કચેરી, ખેડા ખાતે નિયુક્તિ આપવામાં આવી છે.
સુરેશકુમાર મોહનભાઈ ઝાલા: વિસ્તરણ અધિકારી (જૂનાગઢ) થી ચીટનીશ-કમ-TDO (અમરેલી) તરીકેનો ઓર્ડર રદ્દ કરીને તેમને તાલુકા વિકાસ અધિકારી, લાઠી (અમરેલી) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:વડોદરા ગ્રામ્ય પોલીસ વિભાગમાં બદલીનો ઘાણવો, 9 PIની આંતરિક બદલીથી વિભાગમાં ખળભળાટ
આ પણ વાંચો:અમદાવાદ ગ્રામ્યમાં 19 PI અને 41 PSIની બદલી, પોલીસ વિભાગમાં ચર્ચા
આ પણ વાંચો:નવા વર્ષની પહેલાં મહેસાણા જિલ્લા પોલીસમાં મોટો ગંજીફો, 206 પોલીસકર્મીઓની સાગમટે બદલી
