Rajouri Encounter/ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં એક જવાન શહીદ, આતંકવાદી પણ ઠાર

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે, નારલા ગામમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો હતો

Top Stories India

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. નારલા ગામમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. જો કે આ દરમિયાન એક જવાન પણ શહીદ થયો હતો અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.હાલ એન્કાઉન્ટર ચાલુ છે. સેનાએ આ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે. હાલ સરકારે કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવાના મિશન પર ફોકસ કર્યું છે.જેના પરિણામે હવે આતંકવાદી ગતિવિધિઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

આ ઉપરાંત આર્મી ડોગ યુનિટમાં સામેલ ભારતીય સેનાના ડોગ કેન્ટનું પણ ઓપરેશન દરમિયાન મોત થયું હતું. જમ્મુ-કાશ્મીરમાં એક ઓપરેશન દરમિયાન છ વર્ષની માદા લેબ્રાડોર ડોગને ગોળી વાગી હતી. મૃતક ડોગ કેન્ટ ભાગી રહેલા આતંકવાદીઓની શોધમાં સૈનિકોના જૂથનું નેતૃત્વ કરી રહ્યો હતો,એ દરમિયાન ગોળી વાગતા તેનુ પણ મોત નિપજયું હતું.

અધિકારીના જણાવ્યા અનુસાર   જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક દૂરના ગામમાં દરોડા પાડવા ગયેલી સુરક્ષા દળોની ટીમ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. પ્રારંભિક ગોળીબારમાં એક સૈનિક ઘાયલ થયો હતો, જ્યારે આતંકવાદીઓને મારવા માટે વધારાના દળોને એન્કાઉન્ટર સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. અધિકારીએ વધુમાં જણાવ્યું કે સુરક્ષા દળોએ સોમવારે (11 સપ્ટેમ્બર) સાંજે પતરાડા વિસ્તારના જંગલ વિસ્તારમાં સર્ચ અને કોર્ડન ઓપરેશન પણ શરૂ કર્યું હતું અને બે લોકોની શંકાસ્પદ ગતિવિધિઓને જોતા કેટલાક લોકો પર ગોળીબાર પણ કર્યો હતો.

Nitin Gadkari/ ડીઝલ વાહનો પર 10% વધારાનો ટેક્સ લાગશે? કેન્દ્રીય મંત્રીએ કરી સ્પષ્ટતા