Not Set/ ભાજપનો જાદુ હવે ઓસરી રહ્યો હોય તેમ લાગે છે: સુપરસ્ટાર રજનીકાંત

ચેન્નઈ: દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપર સ્ટાર એવા રજનીકાંતે હિન્દીભાષી રાજ્યોમાં થયેલી હાર અંગે જણાવ્યું હતું કે, ભાજપનો જાદુ હવે ઓસરી રહ્યો હોય તેવું લાગે છે. આ સાથે દક્ષિણ ભારતના અન્ય એક સુપરસ્ટાર કમલ હાસને પણ ભાજપની હાર અંગે ટ્વીટ કરીને ભાજપની હાર અંગે કહ્યું હતું કે આ નવી શરૂઆતનો આરંભ છે. દક્ષિણ ભારતના તમિળનાડુના […]

Top Stories India Trending
‘BJP has Lost its influence’ says, Rajinikanth

ચેન્નઈ: દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપર સ્ટાર એવા રજનીકાંતે હિન્દીભાષી રાજ્યોમાં થયેલી હાર અંગે જણાવ્યું હતું કે, ભાજપનો જાદુ હવે ઓસરી રહ્યો હોય તેવું લાગે છે. આ સાથે દક્ષિણ ભારતના અન્ય એક સુપરસ્ટાર કમલ હાસને પણ ભાજપની હાર અંગે ટ્વીટ કરીને ભાજપની હાર અંગે કહ્યું હતું કે આ નવી શરૂઆતનો આરંભ છે.

દક્ષિણ ભારતના તમિળનાડુના સુપરસ્ટાર રજનીકાંતે જણાવ્યું હતું કે ભાજપે હિન્દીભાષી રાજ્ય રાજસ્થાન અને છત્તીસગઢ ગુમાવ્યા છે અને મધ્ય પ્રદેશમાં કટ્ટર પ્રતિસ્પર્ધી પક્ષની સામે ભારે રસાકસીનો સામનો કરવો પડયો છે તેવાં પરિણામો એ બાબત દશાર્વે છે કે હવે ભાજપનો જાદુ ઓસરી રહ્યો છે. જેના કારણે હિન્દી હાર્ટલેન્ડમાંથી તેમની પીછેહઠ થઈ છે તેમની નિષ્ફળતા દર્શાવી રહી છે.

સુપરસ્ટાર અને માક્ક્લ નિધિ મઈઅમના વડા કમલ હાસને પણ કર્યું ટ્વીટ 

‘BJP has Lost its influence’ says, Rajinikanth
mantavyanews.com

હિન્દી ભાષી ત્રણ રાજ્યોમાં ભાજપની થયેલી હાર અંગે પ્રતિક્રિયા આપતાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અન્ય એક સુપરસ્ટાર અને માક્કલ નીધિ મઈઅમના વડા કમલ હાસને ટ્વીટ કર્યું હતું કે નવી શરૂઆતનો પહેલો આરંભ, જનતાનો ચુકાદો છે. ચૂંટણીના પરિણામોમાં ભગવા પક્ષની પીછેહઠ થઈ છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં સરકાર રચવા કોંગ્રેસને મળેલા જનાદેશ પછી દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટોચના બંને અભિનેતાઓએ ઉક્ત ટિપ્પણી કરી હતી.