મંદસૌરનું ખેડૂત આંદોલન આ વખતે મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મહત્વનો મુદ્દો હતો. માનવામાં આવતું હતું કે, આ મુદ્દો શિવરાજ સરકારને ખુબ નુકસાન પહોંચાડશે. જોકે, આ આંદોલનના જન્મસ્થળ મંદસૌર સંસદીય ક્ષેત્ર પર નજર કરીએ તો ચિત્ર એકદમ ઉલટું જ દેખાઈ રહ્યું છે.
આ સંસદીય ક્ષેત્રની આઠ સીટોમાંથી કોંગ્રેસ એક સીટ માંડ-માંડ જીતી શકી છે. અને 2013ની જેમાં જ આઠમાંથી સાત સીટો ભાજપે જીતી છે.
જણાવી દઈએ કે, મંદસૌરના સંસદીય ક્ષેત્રમાં મંદસૌર, મલ્હારગઢ, સુવાસરા, ગરોઠ, નીમચ, મનાસા અને જાવરા વિધાનસભા સીટો આવેલી છે. આ સીટોમાંથી ફક્ત સુવાસરા ક્ષેત્રની સીટ જ કોંગ્રેસ જીતી શકી હતી. એ પણ ફક્ત 350 મતના તફાવતથી.
જયારે બાકી રહેલી 7 સીટો પર ભાજપે બાજી મારી હતી. જેમાં, જીતનો તફાવત ઘણો મોટો છે.
