ભાવનગર/ તળાજામાં વ્હાલશોયાના ટુકડા જોઈ પરિવાર સ્તબ્ધ

ભાવનગરના તળાજામાં અપહરણ કરાયેલા બાળકના ટુકડા કરી ફેંક્યા છે. 5 વર્ષના બાળકના ટુકડા કરી તળાવમાં ફેંક્યા છે.

Top Stories Gujarat Others Videos
તળાજામાં
  • તળાજામાં બાળક સાથે જધન્ય કૃત્ય
  • બાળકના ટુકડા કરી ફેંકી દેવાયા
  • પિતાને તળાવ પાસેથી મળ્યું દફ્તર
  • 5 વર્ષના બાળકના ટુકડા કરી ફેંકી દેવાયા

Bhavnagar news: ભાવનગરથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં એક પાંચ વર્ષના બાળકનું અપહરણ કરી તેના ટુકડા કરી તળાવમાં ફેંકી દેવામાં આવ્યા છે. આ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

આપને જણાવી દઈએ કે, ગઈકાલે તળાજાના અલંગ પોલીસ મથકે બાળકના અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી. ગઈકાલ સવારે સાત વર્ષના મોટાભાઈ અને નવ વર્ષની બહેન સાથે સ્કૂલે જતો હતો. જેમાં રસ્તામાં ભાઈ અને બહેનથી બાળક છૂટો પડ્યો હતો. બપોરે બાર વાગે બાળકના પિતાને તળાવ નજીકથી બાળકનું દફતર મળ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

ગઈકાલ રાતની શોધખોળ બાદ માથું અને હાથ મળ્યા છે. જેમાં સ્થળ પર લોકોના ટોળા ભેગા થયા છે. જેમાં પાંચ વર્ષના બાળકના ટુકડા કરીને ફેંકી દેવામાં આવ્યા છે. મૃતક બાળકનું નામ જય મકવાણા છે.

આ પણ વાંચો:ધાનેરાના ધરણોધર ગામમાં બે જૂથ વચ્ચે માથાકૂટ, છૂટા હાથની મારામારીનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:ઓખા નજીક દરિયામાંથી ઇરાની શખ્સો સાથે શંકાસ્પદ બોટ ઝડપાઇ

આ પણ વાંચો:ભાવનગરની આ હોસ્પિટલમાં મોદી રાત્રે ફાયરિંગ, શારીરિક સંબંધને લઈને ગોળીબાર

આ પણ વાંચો:માતા અને બાળકને મોત આપનાર તબીબો સામે પોલીસની લાલાઆંખ