ગજબ/ પ્લાસ્ટિકની સમસ્યાનું સોલ્યુશન શોધ્યું આ વિદ્યાર્થીનીએ, બનાવ્યું 6થી 7 મહિનામાં નાશ થતુ બાયોપ્લાસ્ટિક

પર્યાવરણ માટે પ્લાસ્ટિક એક મોટો પડકાર છે. ત્યારે સરકાર પણ લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો કરે તેવા પ્રયાસો કરે છે.

Gujarat Surat
Dispose of bio plastic

પર્યાવરણ માટે પ્લાસ્ટિક એક મોટો પડકાર છે. ત્યારે સરકાર પણ લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો કરે તેવા પ્રયાસો કરે છે. કારણ કે, પ્લાસ્ટિકને નાશ થતા વર્ષો લાગે છે. ત્યારે સુરતમાં યોજાયેલા સ્ટાર્ટઅપ સમિટમાં પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી છવિ યાદવ નામની વિદ્યાર્થીની દ્વારા બાયો પ્લાસ્ટિકનો પ્રોજેક્ટ લોકો સમક્ષ મુકવામાં આવ્યો હતો.

Dispose of bio plastic

આ બાયોપ્લાસ્ટિક એ રીતે બનાવવામાં આવ્યુ છે કે તે પોતાની રીતે જ આઠથી નવ મહિના બાદ નાશ થઈ જાય છે. દરિયાઈ વનસ્પતિને પ્રોસેસ કરીને આ બાયો પ્લાસ્ટિક તૈયાર કરવામાં આવ્યું છે. આ બાયો પ્લાસ્ટિકનો ઉપયોગ લોકો વર્તમાન સમયમાં જે ખાદ્ય પદાર્થો કે, પછી અન્ય પ્રોડક્ટ પેકિંગ કરવા માટે જેમ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તે રીતે જ આનો ઉપયોગ થઈ શકે છે.

Dispose of bio plastic

આ ઉપરાંત આ બાયો પ્લાસ્ટિકને ડિસ્પોઝ કરવું પણ ખૂબ જ સહેલું છે. ગરમ પાણીના સંપર્કમાં આવતા જ બાયો પ્લાસ્ટિક પોતાની રીતે જ નાશ થઈ જાય છે અને ઇકો ફ્રેન્ડલી પ્લાસ્ટિક હોવાના કારણે તે પર્યાવરણ માટે પણ નુકસાનકારક નથી.

Dispose of bio plastic

છવી યાદવનું કહેવું છે કે, લોકો પોતાના ઘરે જે વસ્તુ લાવે છે તેના પર પ્લાસ્ટિકનું એક રેપર હોય છે અને ડમ્પિંગ યાર્ડમાં વર્ષો સુધી આ પ્લાસ્ટિકનું રેપર રાખવામાં આવે તો પણ તેનોનાશ થતો નથી પરંતુ દરિયાઈ વનસ્પતિમાંથી તૈયાર કરવામાં આવેલા બાયો પ્લાસ્ટિકનો ઉપયોગ જો આ પેકિંગના સ્વરૂપમાં કરવામાં આવે તો ડમ્પિંગ યાર્ડમાં જ પાંચથી છ મહિના જેટલા સમયમાં પ્લાસ્ટિક એ પોતાની રીતે નાશ થઈ જશે. આ બાયો પ્લાસ્ટિકને ઓશીયન વારપ્સ નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો:Oh WOW!/પ્લાસ્ટિકની સમસ્યાનો ઉકેલ, આ વિદ્યાર્થીઓએ બનાવી એવી પેન કે જેનો ઉપયોગ કર્યા બાદ 15 દિવસમાં જ થઈ જશે નાશ

આ પણ વાંચો:Crime/સુરતમાં  બે મહિલાઓ વચ્ચે જોરદાર મારામારીની ઘટનામાં એક ગંભીર રીતે ઘાયલ

આ પણ વાંચો:Crime/મુંદ્રામાં સામાજિક કાર્યકરની રાજકીય અદાવતમાં હત્યા