નવરાત્રી/ રાજકોટમાં માતાજીની અનોખી મૂર્તિ : થર્મોકોલની 22 ફૂટ ઉંચી પ્રતિમા જોઈ ભક્તો પણ ઝૂમી ઉઠ્યા

ગરબા આયોજકો પણ ખેલૈયાઓ માટે દર વર્ષે કાંઈક હટકે લઇને આવે છે ત્યારે રાજકોટના રેડ રાસ વીલાના ગરબા આયોજકે માતાજીની એવી મૂર્તિ બનાવી છે જે સૌના આકર્ષણ નું કેન્દ્ર બની છે.

Gujarat Rajkot Navratri celebration Navratri 2022
મૂર્તિઓ ગરબા આયોજકો પણ ખેલૈયાઓ માટે દર વર્ષે કાંઈક હટકે લઇને આવે છે ત્યારે રાજકોટના રેડ રાસ વીલાના ગરબા આયોજકે માતાજીની એવી મૂર્તિ
  • રાજકોટ ના આયોજકે બનાવડાવી માતાજી ની વિશાળ મૂર્તિ
  • 22 ફૂટ ની માતાજી ની થર્મોકોલ થી મૂર્તિ બનાવડાવી
  • કલકતા ના કારીગરો દ્વારા આ અધભુત મૂર્તિ બનાવાયી

નવલી નોરતા ના રંગ અનેક છે આજથી નવલી નવરાત્રી નો પ્રારંભ થયો છે ત્યારે ગરબા રમતા પેહલા લોકો માતાજી ની આરતી કરતા હોય છે જેમાં માતાજી ની અનેક નાની મોટી આકર્ષણ મૂર્તિઓ આપણને જોવા મળતી હોય છે પરંતુ આજે અમે આપને માતાજી ની એક એવી અદભુત મૂર્તિ બતાવીશુ જે તમે કદાચ ક્યારેય પણ નહિ જોયી હોઈ ત્યારે આવો જોઈએ અમારો આ વિશેષ એહવાલ માં ની આરાધના

ર૧ રાજકોટમાં માતાજીની અનોખી મૂર્તિ : થર્મોકોલની 22 ફૂટ ઉંચી પ્રતિમા જોઈ ભક્તો પણ ઝૂમી ઉઠ્યા

  • નવલી નવરાત્રી નો આજથી થયો પ્રારંભ
  • રાજકોટ માં એક ગરબા આયોજકે બનાવી માતાજી ની અનોખી મૂર્તિ
  • માતાજી ની આ મૂર્તિ જોઈએ ને આપ પણ કહી ઉઠસો વાહ

રાજકોટ રંગીલું શહેર છે રાજકોટવાસીઓ દરેક તહેવાર રંગે ચંગે ઉજવે છે આજ વાત ને લઇ ને રાજકોટ શહેરમાં તહેવાર ઉજવવા લોકો અન્ય રાજ્યોમાંથી અહીં આવે છે. એમાં પણ નવરાત્રી એટલે તો વાત જ શું પુછવી. રાજકોટવાસીઓનો પ્રિય તહેવાર એટલે નવરાત્રી. અહીં નવરાત્રી 9 દિવસ નહિ પરંતું લોકો 1 મહિના સુધી વેલકમ અને બાય બાય નવરાત્રીના આયોજનોમાં જઈ ને ગરબે જુમે છે તો બીજી તરફ ગરબા આયોજકો પણ ખેલૈયાઓ માટે દર વર્ષે કાંઈક હટકે લઇને આવે છે ત્યારે રાજકોટના રેડ રાસ વીલાના ગરબા આયોજકે માતાજીની એવી મૂર્તિ બનાવી છે જે સૌના આકર્ષણ નું કેન્દ્ર બની છે. 22 ફૂટની આ માતાજીની મૂર્તિને જરા ધ્યાન થી જુવો. પ્રથમ નજર માં જ માતાજીને તમારી સામે સાક્ષાત કરતી આ મૂર્તિ માટીમાંથી નહિ પરંતુ થર્મોકોલ માંથી બનવવા માં આવી છે.

ર૨૨ રાજકોટમાં માતાજીની અનોખી મૂર્તિ : થર્મોકોલની 22 ફૂટ ઉંચી પ્રતિમા જોઈ ભક્તો પણ ઝૂમી ઉઠ્યા

આયોજક વિકી શાહ તેમજ રેડ રાસની ટિમ દ્વારા વિચારવામાં આવ્યું કે એક તરફ લોકો બે વર્ષ બાદ ગરબા રમવા માટે ગરબા ગ્રાઉન્ડ સુધી આવી રહ્યા છે. ત્યારે લોકોને કાંઈક અલગ આપીયે, જેને લઇને કલકતાથી મૂર્તિ બનવનાર કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. અને આ કારીગરો દ્વારા થર્મોકોલની સીટમાંથી સતત 30 થી 40 દિવસની મેહનત બાદ આ મૂર્તિ કંડારી હતી. આ મૂર્તિ બનવવા માટે કલકત્તા થી 4 કારીગરો રાજકોટ આવ્યા હતા અને આ અદભુત મૂર્તિ બનાવી હતી ગુજરાતમાં પ્રથમ આ આયોજન હશે કે જ્યાં માતાજી ની 22 ફૂટની મૂર્તિ થર્મોકોલથી બનવવામાં આવી હોય.

pfi 7 રાજકોટમાં માતાજીની અનોખી મૂર્તિ : થર્મોકોલની 22 ફૂટ ઉંચી પ્રતિમા જોઈ ભક્તો પણ ઝૂમી ઉઠ્યા

ઉલ્લેખનીય છે કે એક થર્મોકોલથી મૂર્તિ બનાવવી ઘણી મુશ્કેલ છે પરંતુ કલકતાના આ કારીગરોએ અશક્યને શક્ય કરી બતાવ્યું છે. રાજકોટમાં આ વર્ષે અનેક નાના મોટા આયોજનો થયા છે પરંતુ આ આયોજન થર્મોકોલથી બનેલ માતાજીની વિશાળ મૂર્તિ ને કારણે સૌના આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.

Russian citizenship/ વિશ્વના દેશોમાં અમેરિકન જાસૂસીનો પર્દાફાશ કરનાર ભૂતપૂર્વ ગુપ્તચર કોન્ટ્રાક્ટરને પુતિને નાગરિકતા આપી