દરોડા/ PFI કનેકશન ગુજરાત! અમદાવાદ, સુરત, નવસારી, બનાસકાંઠામાંથી 15 લોકોની અટકાયત,NIA અને ATSનું સંયુકત ઓપરેશન

 ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ, સુરત અને બનાસકાંઠામાં આ કેસની તપાસ કરવામાં આવી હતી. જેમાં 15 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે

Top Stories Gujarat
14 12 PFI કનેકશન ગુજરાત! અમદાવાદ, સુરત, નવસારી, બનાસકાંઠામાંથી 15 લોકોની અટકાયત,NIA અને ATSનું સંયુકત ઓપરેશન
  • નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં NIAના દરોડા
  • અબ્દુલ કાદિર સૈયદ નામના ઈસમની અટકાયત
  • હિદાયત નગરમાં રહેતા ઈસમની કરાઈ અટકાયત
  • શંકાસ્પદ ગતિવિધિઓને પગલે કરાઈ અટકાયત
  • એનઆઇએ અને ગુજરાત એટીએસનું સંયુક્ત ઓપરેશન
  • દેશ વિરોધી ગતિવિધિઓની આશંકાને અટકાયત

 

રાષ્ટ્રીય તપાસ સંસ્થા અને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ ઇડીએ અનેક રાજયોની પોલીસની સાથે સંયુકત રીતે દેશના જુદા જુદા ભાગોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ PFI) સાથે સંકળાયેલા લોકોને ત્યાં દરોડા પાડયા હતા.જેમા દેશના 15 રાજયોમાં 93 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કેસના તાર હવે ગુજરાત સુધી અડ્યાં છે. ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ, સુરત, નવસારી અને બનાસકાંઠામાંથી કુલ 15 લોકોની અટકાયત કરવામાં આવી છે.નવસારીમાંથી અબ્દુલ કાદિર સૈયદ નામના ઇસમની અટકાયત કરવામાં આવી છે અને તેની સઘન તપાસમાં હાલ એજન્સીઓ કરી રહી છે.

ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ, સુરત અને બનાસકાંઠામાં આ કેસની તપાસ કરવામાં આવી હતી. જેમાં 15 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. ગુજરાતમાં પીએફઆઈ સક્રિય નથી પરંતુ તેમની રાજનૈતિક પાર્ટી  એસડીપીઆઈ છે. જે 15 લોકોને પકડવામાં આવ્યા  છે તેમના તાર વિદોશોમાં બેઠા કેટલાક લોકો સાથે હોવાનું સામે આવ્યુ છે. હાલ ગુજરાત એટીએસ આ લોકો સાથે પૂછપરછ કરીને વધુ તપાસ કરી રહી છે.

આ અંગે શરૂઆતમાં પ્રાથમિક  માહિતી સામે આવી હતી, જેમા જાણવા મળ્યું છે કે, સમગ્ર દેશમાં PFI સંસ્થા સાથે જોડાયેલા સદસ્યો સહિત સંસ્થાઓ સામે કેન્દ્રીય તપાસ એજન્સી NIA અને EDએ વધુ એક જોઇન્ટ ઓપરેશન પાર પાડ્યું છે. આઠ રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, આસામ, કર્ણાટક, દિલ્હી અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. NIAના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આજે સર્ચ ઓપરેશનમાં કેન્દ્રીય જાસૂસ એજન્સી IB અને રાજ્ય પોલીસની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.