CRASH/ મધ્યપ્રદેશના રીવા મંદિરના ગુંબજ સાથે પ્લેન અથડાતા ક્રેશ,સીનિયર પાઇલટનું મોત, એકની હાલત ગંભીર

મધ્યપ્રદેશના રીવા જિલ્લાના ચોરહાટા વિસ્તારમાં પ્લેન ક્રેશ થયાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉમરી ગામમાં મંદિરના ઘુમ્મટ સાથે પ્લેન  અથડાતા અકસ્માત સર્જાયો હતો

Top Stories India
plan crash

plan crash     મધ્યપ્રદેશના રીવા જિલ્લાના ચોરહાટા વિસ્તારમાં પ્લેન ક્રેશ થયાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉમરી ગામમાં મંદિરના ઘુમ્મટ સાથે પ્લેન  અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં  સિનિયર પાઇલટ અને ટ્રેઇની પાઇલટ ગંભીર રીતે ઘાયલ થયા હતા.તેમને સારવાર અર્થે સંજય ગાંધી  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં સારવાર દરમિયાન વરિષ્ઠ પાયલટનું મોત નીપજ્યું હતું. આ પ્લેન પ્લાટૂન ટ્રેનિંગ કંપનીનું જણાવવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

આ ઘટના મોડી રાત્રે 12 થી 1 વાગ્યાની વચ્ચેની હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વિમાને ચોરહાટા એરસ્ટ્રીપથી ઉડાન ભરી હતી, ત્યારબાદ ગાઢ ધુમ્મસને કારણે આ પ્લેન નીચે જ રહ્યું અને આંબાના ઝાડ સાથે અથડાયા બાદ મંદિરના ગુંબજ સાથે અથડાઈને ક્રેશ થઈ ગયું. વિમાનની ટક્કરને કારણે મંદિરનો ગુંબજ પણ તૂટીને નીચે પડ્યો હતો. જો આ પ્લેન મંદિર સાથે અથડાયું ન હોત અને બીજે ક્યાંક અથડાયું હોત તો મોટી દુર્ઘટના થઈ શકી હોત, કારણ કે ત્યાં મકાનો પણ બન્યા હતા.

ગુંબજ સાથે અથડાયા બાદ પ્લેન ઉડી ગયું હતું
જો પ્લેન ઘર સાથે અથડાયું હોત તો મોટી દુર્ઘટના થઈ શકી હોત અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હોત. પોલીસને આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દળની સાથે રાહત અને બચાવ કાર્ય માટે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોની મોટી ભીડ પણ ઘટનાસ્થળે ઉમટી પડી હતી. પ્લેન મંદિરના ગુંબજ સાથે એટલી જોરથી ટકરાયું કે તે ઉડી ગયું.

પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ ધુમ્મસ જણાવવામાં આવી રહ્યું છે. પ્લાટૂન કંપનીનું પ્લેન ઉમરી એરપોર્ટ પર વિદ્યાર્થીઓને તાલીમ આપતું હતું. ગુરુવારે રાત્રે 11.30 વાગ્યે પાયલટ કેપ્ટન વિમલ કુમાર જયપુરમાં રહેતા વિદ્યાર્થી સોનુ યાદવને ટ્રેનિંગ આપી રહ્યા હતા. પ્લેન ટેકઓફ કર્યા બાદ મંદિરના ગુંબજ સાથે અથડાયું હતું. જે બાદ જોરદાર વિસ્ફોટ થયો અને વિમાનને નુકસાન થયું. વિસ્ફોટનો અવાજ સાંભળીને લોકો ઘરની બહાર આવ્યા ત્યારે વિમાનને નુકસાન થયું હોવાનું જણાયું હતું.

આ ઘટના અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને ઇજાગ્રસ્તોને સંજય ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જેમાં ગુરુવારે મોડી રાત્રે પાયલોટનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે વિદ્યાર્થીની હાલત ગંભીર છે, જેની સારવાર ચાલી રહી છે.

કલેક્ટર અને ડીઆઈજી ઘટનાસ્થળે પહોંચ્યા
હાલ અકસ્માતના કારણોનો ખુલાસો થયો નથી. એવી શક્યતા છે કે ધુમ્મસને કારણે પાયલટ મંદિરના ગુંબજને જોઈ શક્યો ન હતો અને તેની સાથે અથડાઈ ગયો હતો. કલેક્ટર મનોજ પુષ્પ, ડીઆઈજી નવનીત ભસીન શુક્રવારે સવારે ઘટનાસ્થળે પહોંચ્યા અને સમગ્ર ઘટનાની તપાસ કરી.