Not Set/ કોરોનાકાળ વચ્ચે બિહારમાં મોડી રાત્રે અનુભવાયા ભૂકંપનાં આંચકા, તીવ્રતા 5.3

કોરોનાનાં કારણે લોકો ઘણા ડરી ગયા છે. આ ખતરનાક રોગનાં ચેપને રોકવા માટે દેશભરમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. લોકો ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે, ત્યારે મંગળવારે મોડી રાત્રે બિહારનાં અનેક જિલ્લાઓમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 મપાઇ હતી, જ્યારે ભૂકંપનું કેન્દ્ર બિહારની સરહદ આવેલા નેપાળનાં દોલખા જિલ્લામાં હતું. નેપાળમાં આવેલા […]

India
db49c80544946e5d518cc6f5c2c2abee 1 કોરોનાકાળ વચ્ચે બિહારમાં મોડી રાત્રે અનુભવાયા ભૂકંપનાં આંચકા, તીવ્રતા 5.3

કોરોનાનાં કારણે લોકો ઘણા ડરી ગયા છે. આ ખતરનાક રોગનાં ચેપને રોકવા માટે દેશભરમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. લોકો ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે, ત્યારે મંગળવારે મોડી રાત્રે બિહારનાં અનેક જિલ્લાઓમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 મપાઇ હતી, જ્યારે ભૂકંપનું કેન્દ્ર બિહારની સરહદ આવેલા નેપાળનાં દોલખા જિલ્લામાં હતું. નેપાળમાં આવેલા આ ભૂકંપને કારણે બિહારનાં ઘણા જિલ્લાઓમાં કંપન અનુભવાયો હતો. ભૂકંપનાં આંચકા રાત્રે 11.53 નાં અંતરે આવ્યા, ત્યારબાદ લોકોએ તેમના ઘરની બહાર આવવાનું શરૂ કર્યું.

આ ભૂકંપનાં આંચકા નેપાળને અડીને આવેલા ઉત્તર બિહારનાં સરહદી વિસ્તારોમાં અનુભવાયા હતા. તેની અસરો મુઝફ્ફરપુરમાં અનુભવાઈ હતી. મુઝફ્ફરપુર ઉપરાંત મધુબની, દરભંગા, સીતામઢી, મોતીહારી અને સમસ્તીપુર સહિત ઉત્તર બિહારનાં અનેક જિલ્લાઓમાં પણ આંચકા અનુભવાયા હતા. જો કે આ ભૂકંપમાં કોઈ જાન-માલ ગુમાવવાનાં સમાચાર નથી. આપને જણાવી દઈએ કે છેલ્લા એક મહિનામાં ચોથી વાર દેશનાં વિવિધ વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.