Not Set/ ઓબામાએ મોદીને ફોન કરીને ભારત-US સંબંધો મજબૂત કરવા માટે માન્યો આભાર

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાંએ પ્રધાનમંત્રી મોદીને ફોન કરીને તેમના શાસનમાં ભારત-અમેરિકા વચ્ચેની ભાગીદારી માટે આભાર માન્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામાનો બીજા કાર્યકાળનો ગુરુવારે અંતિમ દિવસ છે. શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ પદની શપથ લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ઓફિસ વ્હાઇટ હાઉસ અનુસાર ઓબામાએ બુધવારે મોદીને ફોન કરીને તેમની સાથે કરેલી ભાગીદાર માટે આભાર માન્યો હતો. […]

India
ઓબામાએ મોદીને ફોન કરીને ભારત-US સંબંધો મજબૂત કરવા માટે માન્યો આભાર

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાંએ પ્રધાનમંત્રી મોદીને ફોન કરીને તેમના શાસનમાં ભારત-અમેરિકા વચ્ચેની ભાગીદારી માટે આભાર માન્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામાનો બીજા કાર્યકાળનો ગુરુવારે અંતિમ દિવસ છે. શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ પદની શપથ લેશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ઓફિસ વ્હાઇટ હાઉસ અનુસાર ઓબામાએ બુધવારે મોદીને ફોન કરીને તેમની સાથે કરેલી ભાગીદાર માટે આભાર માન્યો હતો. આ વાતચીત દરમિયાન ઓબામાએ એ વાત માટે પણ આભાર માન્યો કે, મોદીના કાર્યકાળ દરમિયાન સુરક્ષા, સિવિલ ન્યૂક્લિયર એનર્જી માટે સંયુક્ત પ્રયત્નો પર સમિક્ષા કરવામાં આવી હતી અને નાગરીકો સાથે સંપર્ક વધારવા પર પણ જોર દેવામાં આવ્યું હતું.

વ્હાઇટ હાઉસે કહ્યું કે, વર્ષ 2015 માં ભારતના ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિના રૂપમાં પોતાની યાત્રાને યાદ કરતા રાષ્ટ્રપતિ ઓબામાએ ભારતમાં આવનાર 68 માં ગણતંત્ર દિવસ માટે પ્રધાનમંત્રી મોદીને હાર્દિક શુભકામના પાઠવી હતી. બંને નેતાઓએ એ વાત પર ચર્ચા કરી કે, તેમણે આર્થિક અને સુરક્ષાની પ્રથમિક્તાઓ પર કેવી રીતે સંયુક્ત પ્રગતી માટે આ દરમિયાન ભારતની ઓળખ અમેરિકાના મોટા પ્રતિરક્ષાના ભાગીદાર તરીકે થઇ હતી. એવી જ રીતે જળવાયુ પરિવર્તન માટે દુનિયામાં બદલાવ માટે બંને દેશોએ કામ કર્યું હતું.