જમ્મુ/ મિલિટ્રી સ્ટેશન પાસે જોવા મળ્યુ વધુ એક ડ્રોન, તો શું કોઇ મોટું ષડયંત્ર કરી રહ્યા છે આતંકી?

જમ્મુમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં સુરક્ષાદળો એલર્ટ પર છે. આ દરમ્યાન સરહદી વિસ્તારોમાં પોલીસે ચેકીંગ વધારી દીધુ છે. જો કે હવે તાજેતરમાં મળી રહેલા સમાચાર અનુસાર, એકવાર ફરી મિલિટ્રી સ્ટેશન પાસે ડ્રોન જોવા મળ્યુ છે. 

Top Stories India
11 58 મિલિટ્રી સ્ટેશન પાસે જોવા મળ્યુ વધુ એક ડ્રોન, તો શું કોઇ મોટું ષડયંત્ર કરી રહ્યા છે આતંકી?

જમ્મુમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં સુરક્ષાદળો એલર્ટ પર છે. આ દરમ્યાન સરહદી વિસ્તારોમાં પોલીસે ચેકીંગ વધારી દીધુ છે. જો કે હવે તાજેતરમાં મળી રહેલા સમાચાર અનુસાર, એકવાર ફરી મિલિટ્રી સ્ટેશન પાસે ડ્રોન જોવા મળ્યુ છે.

ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો, મોંઘવારી સામાન્ય માણસનું નિકાળી રહી છે તેલ

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે મોડી રાત્રે ડ્રોન સતત બીજા દિવસે રત્નુચક વિસ્તારમાં જોવા મળ્યો હતુ, જે થોડા સમય પછી ગાયબ થઈ ગયું હતું. આ ડ્રોનને સુરક્ષા દળોએ કુંજવાની, સુંજવાન, કલુચક વિસ્તાર નજીક જોયો હતો. સૈન્યનાં બ્રિગેડ હેડક્વાર્ટર પાસે બે ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા, જેના કારણે તે ત્રણેય સ્થળોએથી દેખાઈ રહ્યું હતું. પરંતુ એજન્સીઓ પણ તપાસ કરી રહી છે કે શું તે એક જ ડ્રોન છે અથવા ત્રણ ડ્રોન હતા. જોકે, ડ્રોન થોડા જ સમયમાં ગાયબ થઈ ગયા હતા. વળી બીજી તરફ જમ્મુ એરફોર્સ સ્ટેશન પર શનિવાર-રવિવારની રાત્રે ડ્રોન એટેકમાં એક નવી માહિતી સામે આવી છે. મળી રહેલી માહિતી મુજબ, આ વિસ્ફોટમાં બે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટકો ફક્ત આ ડ્રોન દ્વારા છોડવામાં આવ્યા હતા. જોકે, સ્ટેશનની અંદર વિસ્ફોટક નાખતા બે ડ્રોનનાં ટુકડા કે નિશાન મળ્યા નથી. આ પરથી માનવામાં આવે છે કે, હેન્ડલર્સે ધડાકાને વિસ્ફોટ કર્યા પછી આ ડ્રોનને પાછા બોલાવી દીધા હોય.

મહત્વના સમાચાર / જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ બતાવવા બદલ ટ્વિટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ મહેશ્વરી સામે કેસ નોંધાયો

આ કેસની તપાસ કરી રહેલી એજન્સીઓને ડ્રોન વિશે કોઈ માહિતી મળી નથી. હવે એજન્સીઓ સીસીટીવી ફૂટેજ દ્વારા ડ્રોનને ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે. એજન્સીઓ કહે છે કે, હવે તેની પુષ્ટિ થઈ ગઈ છે કે, ડ્રોન આસપાસનાં વિસ્તારમાંથી જ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ હુમલા માટે વપરાયેલા ડ્રોન નાના ક્વાડકોપ્ટર છે. એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આતંકીઓએ એરબેઝ નજીકથી જ ડ્રોનને લોન્ચ કર્યુ હોય.

Footer 1 મિલિટ્રી સ્ટેશન પાસે જોવા મળ્યુ વધુ એક ડ્રોન, તો શું કોઇ મોટું ષડયંત્ર કરી રહ્યા છે આતંકી?