Not Set/ પીએમ મોદીની ઊંઘ ઉડાડવા માટે અયોધ્યા આવી ૨૯૦૦ શિવસૈનિકોની ફોજ

શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યે મુંબઈથી એક વિશેષ ટ્રેન શિવ સૈનિકોને લઈને અયોધ્યા આવી હતી.ટ્રેનના ૨૨ ડબ્બામાં ૨૯૦૦ શિવ સૈનિકો અયોધ્યા પહોચ્યા છે. જેવા આ શિવ સૈનિકો ટ્રેનમાંથી સ્ટેશન પર ઉતર્યા હતા તેવું આ સ્ટેશન જય શિવાજી-જય ભવાનીના નારાથી ગુંજી ઉઠ્યું હતું.આ શિવ સૈનિકોનું કહેવું છે કે અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જગાડવા માટે આવ્યા છીએ. […]

Top Stories India Trending Politics
file72vlp1oclr813zjbt2bf 1542998260 પીએમ મોદીની ઊંઘ ઉડાડવા માટે અયોધ્યા આવી ૨૯૦૦ શિવસૈનિકોની ફોજ

શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યે મુંબઈથી એક વિશેષ ટ્રેન શિવ સૈનિકોને લઈને અયોધ્યા આવી હતી.ટ્રેનના ૨૨ ડબ્બામાં ૨૯૦૦ શિવ સૈનિકો અયોધ્યા પહોચ્યા છે.

જેવા આ શિવ સૈનિકો ટ્રેનમાંથી સ્ટેશન પર ઉતર્યા હતા તેવું આ સ્ટેશન જય શિવાજી-જય ભવાનીના નારાથી ગુંજી ઉઠ્યું હતું.આ શિવ સૈનિકોનું કહેવું છે કે અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જગાડવા માટે આવ્યા છીએ.

વધુમાં તે લોકોએ કહ્યું હતું કે જો મોદી જલ્દી મંદિર નિર્માણને લઇને કોઈ નિર્ણય નહી લે તો અમે શિવ સૈનિકો મંદિરનું નિર્માણ જાતે કરવા માટે સક્ષમ છીએ.હજુ પણ બીજી એક ટ્રેન શનિવારે આવે તેવું લાગી રહ્યું છે.

જયારે આ શિવસેનાના કાર્યકરોને પૂછવામાં આવ્યું કે અયોધ્યામાં તમે કઈ જગ્યાએ રહેશો તેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે નહી. જો કે આ બાબતે તે લોકોને કઈ ખબર નથી પણ જેવો નિર્દેશ આપવામાં આવશે તેમ તે લોકો કરશે.

તમને જણાવી દઈએ કે થોડા સમયમાં મહારાષ્ટ્રના પીડબ્લ્યુડી મંત્રી એકનાથ શિંદે સ્ટેશન પર આવી ગયા હતા અને શિવસૈનિકોના રોકવા અંગેની ચર્ચા કરી હતી.

ઉલ્લેખનીય છે કે ટ્રેનમાં મોટા ભાગના લોકો સાધુ-સંત હતા જે લોકો શ્રીરામનો નારો લગાવી રહ્યા હતા.