Not Set/ NRCના ડ્રાફ્ટ મુદ્દે સંસદમાં ભારે હોબાળો, કાર્યવાહી બુધવાર સુધી સ્થગિત

સંસદના મોનસૂન સત્રમાં સરકાર દ્વારા NRCનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ ડ્રાફ્ટ મુદ્દે અમિત શાહ બોલતા ગૃહમાં ભારે હોબાળો થયો હતો. અમિત શાહે ગૃહમાં કહ્યું હતું કે ગેરકાયદેસર ઘૂસણખોરોને ઓળખીને તેઓને અલગ કરવા માટે NRC બનાવવામાં આવ્યું છે. આવું કરવાની હિંમત તમારા નથી અને પરંતુ અમારામાં છે તેમ કહી વિપક્ષ પર પ્રહાર કર્યો હતો. […]

Top Stories India Trending
નવરાત્રી વેકેશન 3 NRCના ડ્રાફ્ટ મુદ્દે સંસદમાં ભારે હોબાળો, કાર્યવાહી બુધવાર સુધી સ્થગિત

સંસદના મોનસૂન સત્રમાં સરકાર દ્વારા NRCનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ ડ્રાફ્ટ મુદ્દે અમિત શાહ બોલતા ગૃહમાં ભારે હોબાળો થયો હતો.

અમિત શાહે ગૃહમાં કહ્યું હતું કે ગેરકાયદેસર ઘૂસણખોરોને ઓળખીને તેઓને અલગ કરવા માટે NRC બનાવવામાં આવ્યું છે. આવું કરવાની હિંમત તમારા નથી અને પરંતુ અમારામાં છે તેમ કહી વિપક્ષ પર પ્રહાર કર્યો હતો.

મહત્વનું છે કે NRCના કારણે 40 લાખ લોકોની ઓળખ સામે પ્રશ્નો ઉભા થયા છે શાહે ગૃહમાં સવાલ કર્યો હતો કે 40 લાખ ઘૂસણખોરોને કોણ બચાવવા માંગે છે.

તો લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના અન્ય 2 સાંસદોએ NRCના મુદ્દે ચર્ચા માટે સ્થગનને પ્રસ્તાવની નોટિસ આપી છે.

તો TMCએ પણ આ મુદ્દે નિયમ 267 અંતર્ગત ચર્ચા માટે રાજ્યસભામાં નોટિસ આપી છે. TMC સાંસદોએ વેલમાં આવી પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરતાં રાજ્યસભાના અધ્યક્ષે નારાજગી વ્યક્ત કરી હતી. જેને કારણે રાજ્યસભાની કાર્યવાહી બુધવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી .