પંજાબી ગાયક અને અભિનેતા દીપ સિદ્ધુના રોડ અકસ્માતમાં મોતના મામલામાં પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી છે. આરોપી ડ્રાઈવર કાસિમ હરિયાણાના નૂહ જિલ્લાનો રહેવાસી છે. શુક્રવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે,
મંગળવારે મોડી રાત્રે પ્રખ્યાત પંજાબી ગાયક અને અભિનેતા દીપ સિદ્ધુનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. વાસ્તવમાં, દીપ તેની મંગેતર સાથે સ્કોર્પિયોમાં દિલ્હીથી પંજાબ પરત ફરી રહ્યો હતો ત્યારે તેની કાર સોનેપત જિલ્લામાં કુંડલી-માનેસર-પલવલ (KMP) એક્સપ્રેસવે પર ખરખોડા ટોલ પ્લાઝા પાસે ટ્રક સાથે અથડાઈ હતી. પોલીસ પહોંચી ત્યાં સુધીમાં દીપ સિદ્ધુનું મૃત્યુ થઈ ચૂક્યું હતું અને તેની મંગેતર રીના રાયની હાલત ગંભીર હતી, જેને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે દીપ સિદ્ધુ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે દિલ્હી બોર્ડર પર ખેડૂતોના આંદોલન દરમિયાન લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ ફરકાવ્યો હતો. આ કેસમાં સિદ્ધુની પણ ધરપકડ કરવામાં આવી હતી
દીપ સિદ્ધુ લાલ કિલ્લા હિંસા કેસમાં આરોપી હતો અને ઘણા રાજકીય પક્ષો સાથે તેના અણબનાવની વાતો પણ સામે આવી રહી હતી. તેના પરિવાર અને મિત્રોએ આ ઘટનાને કાવતરું ગણાવ્યું છે. સિદ્ધુના ભાઈએ ટ્રોલી ડ્રાઈવર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ત્યારથી પોલીસ ડ્રાઇવરને શોધી રહી હતી