Air India again in controversy/ એર ઇન્ડિયા ફરી વિવાદમાં, ફલાઇટમાં મહિલા પેસેન્જર સાથે એવું તો શું થયું…

 એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મહિલા સહ-પ્રવાસી પર પેશાબ કરવાનો મામલો હજુ ઉકેલાયો ન હતો કે વધુ એક વિવાદાસ્પદ કિસ્સો  સામે  આવ્યો છે

Top Stories India
Air India again in controversy

Air India again in controversy:   એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મહિલા સહ-પ્રવાસી પર પેશાબ કરવાનો મામલો હજુ ઉકેલાયો ન હતો કે વધુ એક વિવાદાસ્પદ કિસ્સો  સામે  આવ્યો છે. જણાવવામાં આવે છે કે ટાટાની માલિકીની આ એરલાઇન કંપનીના એરક્રાફ્ટના ભોજનમાં એક મુસાફરે પત્થર મળવાની ફરિયાદ કરી છે. એરલાઈને (FLIGHT) આ ફરિયાદ પર માફી માંગી છે. કંપનીએ કહ્યું કે તેણે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. ખાણીપીણીમાં પથ્થર આવતા  જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, 8 જાન્યુઆરીએ એક મહિલા પેસેન્જરે ટ્વિટર (WOMAN ) પર એર ઈન્ડિયાના વિમાનના ફૂડમાં પથ્થરો મળવાની ફરિયાદ કરી હતી. તેણે પોસ્ટ કર્યું કે AI 215 પર ફ્લાઇટ દરમિયાન તેને તેના ખોરાકમાં એક પથ્થર મળ્યો. તેણે ફૂડમાં પથરી જોવાની તસવીરો પણ શેર કરી હતી. આ ફ્લાઈટ દિલ્હીથી કાઠમંડુ જઈ રહી હતી.

એર ઈન્ડિયાના પ્રવક્તાએ મંગળવારે આ ઘટના પર નિવેદન આપ્યું છે. એર ઈન્ડિયાએ (AIR INDIA) એ ઘટનાને ગંભીરતાથી લીધી છે જેમાં AI 215ના એક પેસેન્જરને ફ્લાઈટ દરમિયાન તેના ખોરાકમાં પથ્થરનો ટુકડો મળ્યો હતો. અમે આ ઘટના પર દિલગીર છીએ અને પેસેન્જરની માફી માંગી છે. પ્રવક્તાએ એમ પણ કહ્યું કે અમે આ મામલો કેટરર સાથે ઉઠાવ્યો છે અને તેમને કેટરર સામે કડક કાર્યવાહી શરૂ કરવા કહ્યું છે.

તાજેતરના સમયમાં, ટાટા જૂથની માલિકીની એર ઈન્ડિયા વિવાદોમાં ઘેરાયેલી છે. બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં મુસાફરો દ્વારા ગેરવર્તણૂકની ઘટનાઓની જાણ ન કરવા બદલ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા એર ઇન્ડિયા પર આકરા પ્રહારો છે. ડીજીસીએએ એરલાઇનને કારણ બતાવો નોટિસ પણ જારી કરી છે.

મોંઘવારી/પાકિસ્તાનમાં જીવન જરૂરિયાતના ભાવ આસમાને, લોટની કિમતમાં આટલા ટકાનો થયો વધારો