Not Set/ 13 ઉમેદવારોનું લીસ્ટ જાહેર થતાં જ ભાજપમાં થયો ફરી કકળાટ

ભાજપ દ્વારા ગુજરાત વિધાનસાની ચૂંટણી માટે પાંચમી યાદી જાહેર કરતાં જ મોટાભાગના જાહેર કરવામાં આવેલા ઉમેદવારો સામે વિરોધ જાહેર થયો છે. કાલોલ બેઠક માટે સાસંદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધૂ સુમનબેન પ્રવીણભાઈ ચૌહાણને ટીકીટ જાહેર કરવામાં આવતા જ પ્રભાતસિંહ ચૌહાણના ઘરમાં કકળાટ શરુ થયો છે. પ્રભાતસિંહ ચૌહાણે પત્ની માટે કાલોલથી ટીકીટની માંગણી કરી હતી. જોકે ભાજપે પત્નીને બદલે […]

Top Stories
BJP 13 ઉમેદવારોનું લીસ્ટ જાહેર થતાં જ ભાજપમાં થયો ફરી કકળાટ
ભાજપ દ્વારા ગુજરાત વિધાનસાની ચૂંટણી માટે પાંચમી યાદી જાહેર કરતાં જ મોટાભાગના જાહેર કરવામાં આવેલા ઉમેદવારો સામે વિરોધ જાહેર થયો છે.
કાલોલ બેઠક માટે સાસંદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધૂ સુમનબેન પ્રવીણભાઈ ચૌહાણને ટીકીટ જાહેર કરવામાં આવતા જ પ્રભાતસિંહ ચૌહાણના ઘરમાં કકળાટ શરુ થયો છે. પ્રભાતસિંહ ચૌહાણે પત્ની માટે કાલોલથી ટીકીટની માંગણી કરી હતી. જોકે ભાજપે પત્નીને બદલે પુત્રવધૂને ટીકીટ આપતા સાસુ વહુ વચ્ચે સીધો સંઘર્ષ જામ્યો છે.
જાણો ક્યાં થયો છે ભાજપમાં ભડકો
કાલોલ
ચૌહાણ પરિવારમાં સાસુ વહુ વચ્ચે ટિકિટ મુદ્દે કકળાટ જામ્યો છે. સાસુ માટે ટિકિટની માંગણી હતી પણ વહુને જાહેર કરવામાં આવતા જ પરિવારમાં ભડકો થયો છે.
ઈડર
છેલ્લી પાંચ ટર્મથી અહીંથી ચૂંટાતા રમણ વોરાને દસાડાની ટીકીટ આપતા સ્થાનિક કાર્યકર્તાઓ નારાજ તો હતા જ પરંતુ હવે આયાતી ઉમેદવાર હિતુ કનોડિયા સામે આક્રોશ ફાટી નિકળ્યો છે. હિતુ કનોડિયા કડીની બેઠક પરથી હારેલા ઉમેદવાર હોવા છતાં તેમને ઈડરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
ઊંઝા
અહીંથી જાહેર કરવામાં આવેલા નારણભાઈ પટેલની વય 75 વર્ષ કરતાં વધુ હોવા છતાં ભાજપે જાણે પોતાની નીતિ બદલી હોય તેમ તેમને ઊંઝાથી ઉમેદવાર જાહેર કર્યા છે. નારણ પટેલ સામે અગાઉ પણ સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જ્યાં એક તરફ વયને કારણે આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ત્યાં બીજી તરફ નારણ પટેલ માટે નીતિ બદલાતા અનેક તર્ક વિતર્ક શરુ થયા છે.

કેટલાને ફરી રિપીટ કરાયા

રણછોડ રબારી, વલ્લભ કાકડીયા, પંકજ દેસાઈ અને નારાયણ પટેલ એમ કુલ 4 જણને ફરી રિપીટ કરવામાં આવ્યા છે

કોંગ્રેસમાંથી છેડા ફાડનારને ટિકિટ

માણસાના કોંગ્રસના અમિત ચૌધરીએ રાજ્યસભાની ચૂંટણી સમયે છેડો ફાડીને રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતો. તેમને ટિકિટ ફાળવીને ભાજપે સાચવી લીધા છે.

વિજાપુરમાં કોંગ્રેસ સાથે છેડા ફાડી આવનાર ધારાસભ્ય પી આઈ પટેલને ભાજપે ટિકિટ ફાળવી નથી.

ભાજપમાં કોના પત્તા કપાયા

ધંધુકાના ધારાસભ્ય લાલજી મેરને ટિકિટ આપવામાં આવી નથી.

ભાજપના સિનિયર પ્રવક્તાએ અહીંથી ટિકિટ માંગી હોવા છતાં ભાજપે ટિકિટ ન ફાળવીને તેમનું પત્તુ કાપ્યું છે.

ટિકિટ માટે ના કહી છતાં ફાળવી

ઊંઝાના ધારાસભ્ય નારાયણ પટેલે ટિકિટ લેવાની ના પાડી હતી. તેમની વય 75 વર્ષથી વધુ હોવાથી તેમણે ના પાડી હતી. આમછતાં પાટીદાર ફેક્ટરને ધ્યાને લઈને તેમને ટિકિટ આપવામાં આવી છે.

કોને કઈ સીટ ફાળવી ભાજપે

માવજીભાઈ દેસાઈ- ધાનેરા
વિજય હારખાભાઈ ચક્રવર્તી- વડગામ
રણછોડ રબારી- પાટણ
નારાયણભાઈ એલ પટેલ -ઊંઝા
કરસનભાઈ પૂંજાભાઈ સોલંકી- કડી
રમણભાઈ પટેલ – વિજાપુર
હિતેશ કનોડિયા- ઈડર
બલરાજસિંહ કલ્યાણસિંહ ચૌહાણ- દહેગામ
અમિતભાઈ ચૌધરી- માણસા
વલ્લભ કાકડીયા – ઠક્કરબાપાનગર
કાળુ ડાભી -ધંધુકા
પંકજ દેસાઈ – નડીયાદ
સુમનબેન પ્રવિણસિંહ ચૌહાણ- કાલોલ