રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે.તેમ તેમ ભાજપ નારાજ કાર્યકરોએ વિવિધ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે.જેમાં વડોદરામાં મધુ શ્રી વાસ્તવની ટીકીટને લઇને વાઘોડીયામાં ભાજપના બે જૂથો આમને સામને આવી ગયા હતા.વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ફરી વખત ટીકીટ આપવા મુદ્દે તેમના સમર્થકોએ માંગ કરી છે.આ ઉપરાંત તેમના સમર્થકોનું જૂથ રસ્તા પર ઉતરી આવ્યું હતું અને મધુ શ્રી વાસ્તવના સમર્થનમાં નારેબાજી કરી હતી.તો હવે કચ્છના ગાંધીધામમાં સિટીંગ ધારાસભ્ય રમેશ મહેશ્વરીને રિપીટ ન કરાતાં નારાજગી ફેલાઇ હતી.જેને લઇને તેમના સમર્થકો રોષે ભરાયા હતા અને ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.તો આ તરફ સુરતના માંડવી ભાજપમાં ટિકીટ ફાળવવા મુદ્દે ભડકો થયો હતો.ભાજપમાંથી પ્રવીણ ચૌધરીને ટિકીટ ફાળવતા કૂવરજી હળપતિના કાર્યકરોમાં નારાજગી ફેલાઇ હતી.જેને લઇને તેમના કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ભાજપ સાંસદ પ્રભુ વસાવા , કેબિનેટ મંત્રી ગણપત વસાવા તેમજ ઉમેદવાર પ્રવીણ ચૌધરીનું કાર્યકરોએ પૂતળાનું દહન કર્યું હતું.
Not Set/
ભાજપમાં ભડકો-વડોદરા, સુરત, કચ્છમાં ટીકીટની ભાંજગડ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે.તેમ તેમ ભાજપ નારાજ કાર્યકરોએ વિવિધ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે.જેમાં વડોદરામાં મધુ શ્રી વાસ્તવની ટીકીટને લઇને વાઘોડીયામાં ભાજપના બે જૂથો આમને સામને આવી ગયા હતા.વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ફરી વખત ટીકીટ આપવા મુદ્દે તેમના સમર્થકોએ માંગ કરી છે.આ ઉપરાંત તેમના સમર્થકોનું જૂથ રસ્તા પર ઉતરી આવ્યું […]
