cyclone Michoung/ મિચૌંગ વાવાઝોડાના કારણે ફલાઈટોને અસર, અમદાવાદથી ચેન્નાઈ અને હૈદરાબાદની ફલાઈટો રદ

મિચૌંગ વાવાઝોડા (cyclone Michoung)ને પગલે ચેન્નાઈ એરપોર્ટ પર પાણી ભરાતા 14થી વધુ ફલાઇટોને અસર થઈ. વાવાઝોડાના કારણે અમદાવાદથી ચૈન્નાઈ જતી ઇન્ડિગોની 3 અને હૈદરાબાદની 1 ફલાઈટ રદ કરાઈ.

Top Stories India
YouTube Thumbnail 12 મિચૌંગ વાવાઝોડાના કારણે ફલાઈટોને અસર, અમદાવાદથી ચેન્નાઈ અને હૈદરાબાદની ફલાઈટો રદ

અમદાવાદ : મિચૌંગ વાવાઝોડા (cyclone Michoung)ના કારણે સામાન્યજન જીવન ખોરવાઈ ગયું છે. બંગાળની ખાડી પર જોવા મળેલ ચક્રાવાતી તોફાન મિચૌંગના કારણે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો. મિચૌંગ ચક્રાવાતને કારણે દક્ષિણ તરફ જતી ટ્રેન અને ફલાઈટના શિડયુલને અસર થઈ છે. દક્ષિણ ભારતમાં વાવાઝોડા સાથે અનેક વિસ્તારોમાં વરસાદને પગલે અમદાવાદથી ચેન્નાઈ અને હૈદરાબાદની ફલાઈટો રદ કરાઈ.

બંગાળની ખાડીમાં ઉદભવેલ મિચૌંગ વાવાઝોડા (cyclone Michoung)ના કારણે તમિલનાડુમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદને પગલે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, નાગપટ્ટનમ, કુડ્ડલોર અને તિરુવલ્લુર જિલ્લામાં ભારે વરસાદ થયો છે. જેના કારણે ચેન્નાઈના મોટાભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં ભારે પૂર આવ્યું છે. ભારે વરસાદના કારણે વીજળી પણ ખોરવાઈ ગઈ. શહેરના ઘણા વિસ્તારોમાં પાવર કટ અને ઇન્ટરનેટ વિક્ષેપોનો પણ સામનો કરવો પડ્યો હતો, જેના કારણે લોકોને સલામત રહેવાના રસ્તાઓ શોધવાની ફરજ પડી હતી.

મિચૌંગ વાવાઝોડા (cyclone Michoung)ને પગલે ચેન્નાઈ એરપોર્ટ પર પાણી ભરાતા 14થી વધુ ફલાઇટોને અસર થઈ. વાવાઝોડાના કારણે અમદાવાદથી ચૈન્નાઈ જતી ઇન્ડિગોની 3 અને હૈદરાબાદની 1 ફલાઈટ રદ કરાઈ. ફલાઈટ શિડયુલ ખોરવાતા તેમજ કેટલીક ફલાઈટો રદ થતા પેસેન્જરો પણ મુશ્કેલીમાં મૂકાયા. બંગાળની ખાડી પર ઉદભવેલ મિચૌંગ વાવાઝોડુ બપોરે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે ત્રાટકે તેવી હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી.ચક્રવાત મિચૌંગને પગલે હવામાન વિભાગે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરતા પેસેજન્જરો માટે એડવાઈઝરી જાહેર કરતા ફલાઈટસના શિડયુલની તપાસ કરી મુસાફરી કરવા સૂચન કર્યું.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો : રાજકોટમાં રખડતા શ્વાને 4 વર્ષની બાળકીને ફાડી ખાધી,સ્થાનિકોને લેખિત રજૂઆત છંતા તંત્રએ કોઇ કાર્યવાહી ન કરી!