ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકામાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં શિકાગોમાં એક 71 વર્ષના મકાનમાલિકે પેલેસ્ટિનિયન મુસ્લિમ મહિલા અને તેના બાળક પર ચાકુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં 6 વર્ષના બાળકનું મોત થયું છે, જ્યારે મહિલા ગંભીર રીતે ઘાયલ છે. અમેરિકન પોલીસે આરોપી પર હત્યા અને હેટ ક્રાઈમનો આરોપ લગાવ્યો છે.
‘આરોપીએ 6 વર્ષના બાળક પર ચાકુના 26 ઘા માર્યા’
મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટના શનિવારે શિકાગોથી 65 કિલોમીટર દૂર ઇલિનોઇસના પ્લેનફિલ્ડ ટાઉનશિપમાં બની હતી. વિલ કાઉન્ટી પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ 6 વર્ષના બાળકને ચાકુના 26 ઘા માર્યા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જો કે, તેની માતા બચી જવાની આશા છે. પોલીસનો દાવો છે કે આરોપીઓએ ઘાતક હુમલો કર્યો હતો કારણ કે બંને પીડિત મુસ્લિમ હતા અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે.
આરોપી સાથે ઝપાઝપી દરમિયાન મહિલાએ 911 પર ફોન કર્યો હતો
અમેરિકન પોલીસે જણાવ્યું કે જ્યારે આરોપી જોસેફ કાઝુબાએ મહિલા અને તેના બાળક પર હુમલો કર્યો ત્યારે તે 911 પર કોલ કરવામાં સફળ રહી હતી.પોલીસે કહ્યું કે,બાળક અને મહિલા બંને ઘરના બેડરૂમમાં લોહીથી લથપથ પડ્યા હતા અને તેમની છાતી અને ગરદન પર છરીના ઊંડા ઘા હતા, પરંતુ બાળકને બચાવી શકાયું ન હતું. ડોક્ટરોએ પોસ્ટમોર્ટમ દરમિયાન બાળકના પેટમાંથી 7 ઇંચની ચાકુ મળી આવી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આ ઘટનાની નિંદા કરી
શિકાગોમાં મુસ્લિમ બાળકની ઘાતકી હત્યા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને સોશિયલ મીડિયા X પર ટ્વિટ કર્યું છે.તેમણે કહ્યું ,કાલે એક બાળકની ક્રૂર હત્યા અને ઈલિનોઇસમાં બાળકની માતાની હત્યાના પ્રયાસ વિશે જાણીને દુઃખ થયું,અમારી સંવેદનાઓ અને પ્રાર્થના પરિવાર સાથે છે. તેમણે આગળ લખ્યું,’પેલેસ્ટિનિયન મુસ્લિમ પરિવાર વિરુદ્ધ નફરતના આ કૃત્ય માટે અમેરિકામાં કોઈ સ્થાન નથી.’
આ પણ વાંચો: Report/ કોંગ્રેસ કે ભાજપ, કોના રાજમાં સૌથી વધુ મોંઘવારી?
આ પણ વાંચો: Missing/ રેલવે પોલીસે છેલ્લા બે મહિનામાં બચાવ્યા છે 90 સગીર બાળકો
આ પણ વાંચો: લાલબત્તી સમાન કિસ્સો/ પાંચ વર્ષનો બાળક રમતા રમતા ગળી ગયો સ્ક્રુ અને પછી જે થયું…