Accident/ સુરતમાં ગરબા રમી પરત ફરતા ત્રણ યુવાનોને નડ્યો અકસ્માત, એકનું મોત

ઇચ્છાપોરના ભાટપોર ગામમાં ગરબા જોઈ પરત ફરતા ત્રણ મિત્રોને રસ્તામાં અકસ્માત નડતા એકનું મોત નીપજ્યું હતું.

Gujarat Surat
YouTube Thumbnail 73 3 સુરતમાં ગરબા રમી પરત ફરતા ત્રણ યુવાનોને નડ્યો અકસ્માત, એકનું મોત

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા ત્રણ યુવાનો ગરબા રમી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન તેમની સ્પોર્ટ્સ બાઈક ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ત્રણેય મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમાં એક મિત્રનું ઘટના સ્થળે જ મોત થયું હતું.જ્યારે અન્ય બેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સુરતના અડાજણ મધુવન સર્કલ પાસે રહેતા અરુણ રાઠોડ તેમના મિત્રો સાથે ગરબા રમવા માટે ઈચ્છાપોર ગયો હતો.ગરબા રમી ત્રણેય મિત્રો પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.ત્રણેય મિત્રો જે બાઈક પર સવાર હતા તે સ્પોર્ટ્સ બાઈક એક ઝાડ સાથે અથડાઈ હતી. બાઈક અથડાતા ત્રણેય મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

આ ઘટનામાં 20 વર્ષીય અરુણ રાઠોડનું ઘટના સ્થળે જ મોત થયુ હતું. અને તેમના બે મિત્રો ને  ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.અરુણ રાઠોડ સર્વિસ સ્ટેશનમાં નોકરી કરતો હતો.પરિવારનો એકનો એક પુત્ર મોતને ભેટતા પરિવારમાં શોકની લાગણી જોવા મળી હતી. અરુણ અને તેના મિત્રો રાત્રિના સુમારે ગરબા રમી પરત ફરતા હતા .તે દરમિયાન ઈચ્છાપોર પાસે બાઈકને અકસ્માત નડ્યો હતો.અરુણ ના પિતા ચા ની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં એકના એક પુત્ર અરુણ નું મોત થતા પિતા ભાંગી પડ્યા હતા.

મહત્વનું છે કે સ્પોર્ટ્સ બાઈક કેટીએમ પર ત્રણે મિત્રો સવાર હતા તે દરમિયાન બાઇકની સ્પીડ પણ વધારે હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું  છે.અરુણ ના પિતા ને રાત્રિના સમયે ફોન આવ્યો હતો કે તેમના પુત્રને અકસ્માત નડ્યો છે.તાત્કાલિક ઘટના સ્થળે જઈને જોતા તેમના પુત્રને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેથી ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું.અને તેમના બે મિત્રો પણ ગંભીર હાલતમાં જોવા મળ્યા હતા તેમને તાત્કાલિક જ સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.હાલ બંને મિત્રો સિવિલમાં સારવાર હેઠળ છે જ્યારે અરુણના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં ગરબા રમી પરત ફરતા ત્રણ યુવાનોને નડ્યો અકસ્માત, એકનું મોત


આ પણ વાંચો:સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી સફળતા, 4.67 લાખની કરવામાં આવી છેતરપિંડી

આ પણ વાંચો:મનોદિવ્યાંગ સગીરા પર પાંચ નરાધમોએ એક વર્ષ સુધી ગુજાર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:ગુજરાત સહિત સાબરકાંઠામાં પૂર્ણ થઈ વન્ય પશુઓની ગણતરી, વન્ય જીવ પ્રેમીઓમાં છવાયો ભારે આનંદ

આ પણ વાંચો:માંજલપુરમાં મહિલા ચીસો પાડતી રહી છતાં યુવાન મારતો રહ્યો માર, જુઓ વીડિયો