Not Set/ પોલીસને વિનંતી છે કે અમારી છાતીઓમાં ગોળી મારી દે: હાર્દિક

અમદાવાદ હાર્દિક પટેલ આજથી બપોર બાદ 3 વાગ્યાથી આમરણાંત ઉપવાસ કરવા જઈ રહ્યો છે. તેના ઘર પરથી જ ઉપવાસ કરવાનો છે ત્યારે તેમાં સામેલ થવા માટે તેના નિવાસ સ્થાને પાટીદારોએ ધામા નાખી દીધા છે. તો કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા, અને કિરીટ પટેલ પણ તેના નિવાસે સમર્થન માટે પહોંચી ગયા છે. તેના ઉપવાસ આંદોલનને […]

Top Stories Gujarat Trending Videos
fdsfdssdfsdfsd ચ્વ્ચ્વ પોલીસને વિનંતી છે કે અમારી છાતીઓમાં ગોળી મારી દે: હાર્દિક

અમદાવાદ

હાર્દિક પટેલ આજથી બપોર બાદ 3 વાગ્યાથી આમરણાંત ઉપવાસ કરવા જઈ રહ્યો છે. તેના ઘર પરથી જ ઉપવાસ કરવાનો છે ત્યારે તેમાં સામેલ થવા માટે તેના નિવાસ સ્થાને પાટીદારોએ ધામા નાખી દીધા છે. તો કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા, અને કિરીટ પટેલ પણ તેના નિવાસે સમર્થન માટે પહોંચી ગયા છે. તેના ઉપવાસ આંદોલનને પોલીસે કોઈ પણ સ્થળની મંજુરી આપી નથી. પરંતુ હાર્દિકે મક્કમ મને મંજુરી મળે કે ન મળે ઉપવાસ તો કરવાનું નક્કી કરી લીધું હતું.

ત્રણ વાગ્યે મારા ઘરે જ ઉપવાસ શરૂ કરવામાં આવશે. 

હાર્દિકે કહ્યું, કે મારા ઘરે આવેલા ધારાસભ્યોને પણ અટકાવી દેવામાં આવ્યા છે. મારા ઘરમાં જીવનજરૂરી વસ્તુઓને પણ અંદર આવવા દેવામાં નથી આવતી. પોલીસે ગઈકાલથી જ મારા કાર્યકરોની અટકાયત કરવાનું શરૂ કરી દીધું છે. અમને કોઈ પણ વિસ્તારમાં ઉપવાસ માટે મંજૂરી આપવામાં આવી નથી. ત્રણ વાગ્યે મારા ઘરે જ ઉપવાસ શરૂ કરવામાં આવશે.

16 હજાર કરતા વધુ લોકોની અટકાયત

પોલીસ પણ ભાજપના ઈશારે કામ કરી રહી છે. તેણે કહ્યું કે, ઉપવાસ આંદોલનને રોકવા માટે સરકાર અંગ્રેજ બની ગઈ છે. રાજ્યભરમાંથી  158 કરતા વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જે લોકો અમદાવાદ આવવા ઈચ્છે છે તેને પણ પોલીસ રોકી રહી છે. હાર્દિકે કહ્યું કે, લોકો સમર્થન આપવા માટે ગામડે ગામડે ઉપવાસ કરે. આ સાથે તેણે શાંતિ જાળવવાની પણ અપીલ કરી છે. હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને પોલીસને મારી વિનંતી છે કે અમને આવી રીતે રીબાવવા કરતા તેઓ અમારી છાતીઓમાં ગોળી મારી દે.

હાર્દિકે કહ્યું કે, હું ગુજરાતની જનતાને આહવાન કરું છું કે જો તમારું ઝમીર ન જાગ્યું હોય તો નપુંસક બનીને ભારતીય જનતા પાર્ટીનો અત્યાચાર સહન કરજો, અમે નપુંસક બનીને અત્યાચાર સહન નથી કરવા માંગતા. ગાંધી, સરદાર અને ભગતસિંહ  અમને અત્યાચાર સહન કરતા નથી શીખવ્યું. અમે કૂતરા અને કાગડાના મોતે મરીશું પરંતુ સમાજ માટે અધિકાર મેળવીને રહીશું. લોકો સંપૂર્ણ ક્રાંતિ સાથે અમારા આંદોલન સાથે જોડાય.

હાર્દિકના આમરણાંત ઉપવાસ આંદોલનને પગલે રાજકોટ શહેરમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરના મવડી, 150 ફૂટ રિંગ રોડ, રણછોડનગરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મહેસાણામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

મહેસાણામાં હાર્દિક પટેલનાં ઉપવાસ મામલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે..મોઢેરા સર્કલ પાસે મહિલા પોલીસ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, કોઈ અનિચ્છનીય બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.ફાયર સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે..

મહેસાણા જિલ્લામાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે..મહેસાણા,બહુચરાજી,ઊંઝા,વિસનગરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત  ગોઠવવામાં આવ્યો છે. 900 પોલીસ કર્મી અને એક એસ આર પી કંપની મહેસાણા જિલ્લામાં તૈનાત કરાઈ છે.

https://api.mantavyanews.in/gujarat-after-denied-the-permission-by-system-hardik-patel-says-he-will-sit-on-indefinite-hunger-strike-at-our-home-on-police-alert-the-law-applies-144/

બીઆરટીએસની સેવા બંધ

સુરતમાં તકેદારીના ભાગરૂપે પાટીદાર વિસ્તારોમાં બીઆરટીએસની સેવા બંધ કરવામાં આવી છે. તંત્રએ તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લીધો છે. અઠવાડિયા પહેલા સુરતમાં બીઆરટીએસની બસને આગ ચાંપી દેવામાં આવી હતી.