SPની અનોખી પહેલ/ ગ્રામ્ય પોલીસનો ઉદાહરણરૂપ કામગીરી કરવાનો નિર્ણય, શિસ્તભંગ કરવા બદલ થશે એવું કે..

ગુજરાત પોલીસ બેડામાં હવે કર્મચારીઓની ભુલ બદલ અનોખી શિક્ષાના આદેશ કરવામાં આવશે. અમદાવાદ ગ્રામ્ય એસપી અમિત વસાવાએ પોલીસ કર્મચારીઓના શિસ્તભંગ બદલ સમાજ ઉપયોગી સેવાઓ કરાવાનો નિર્ણય કરીને પોલીસતંત્રમાં એક નવી પહેલ કરી છે.

Ahmedabad Gujarat Trending
SP અમિત
  • અમદાવાદ ગ્રામ્ય SP અમિત વસાવાની અનોખી પહેલ
  • શિસ્તભંગ માટે દંડના બદલે સમાજઉપયોગી કામ લેવાશે
  • પોલીસકર્મીઓના શિસ્તભંગની સજામાં અનોખી પહેલ
  • SP અમિત વસાવાની પહેલને લોકોએ બિરદાવી
  • શિસ્તભંગમાં વરસાદી પાણીના સંગ્રહની કરાવાશે કામગીરી
  • પોલીસકર્મીઓને 1500 રૂ.સુધી દંડ વસૂલાતો હતો
  • દંડના બદલે હવે સમાજઉપયોગી કામગીરી કરાવાશે

ગુજરાત પોલીસ બેડામાં હવે કર્મચારીઓની ભુલ બદલ અનોખી શિક્ષાના આદેશ કરવામાં આવશે. અમદાવાદ ગ્રામ્ય SP અમિત વસાવાએ પોલીસ કર્મચારીઓના શિસ્તભંગ બદલ સમાજ ઉપયોગી સેવાઓ કરાવાનો નિર્ણય કરીને પોલીસતંત્રમાં એક નવી પહેલ કરી છે.જેમાં સફળતા મળશે તો સમગ્ર પોલીસબેડામાં તેની અમલવારી માટે રજૂઆત કરવામાં આવશે. પોલીસ કર્મચારીઓના શિસ્તભંગ બદલ કરવામાં આવતી અનોખી સજા શું છે આવો જાણીએ…

સામાન્ય રીતે શીસ્તભંગ કરવા બદલ દંડાત્મક કાર્યવાહી કરાતી હતી.પણ તેમાં પરિવર્તન લાવવી પોલીસ કર્મીને એક ચેક ડેમ પર લઈ જઈ વરસાદી પાણીના સંગ્રહ માટેની કામગીરી તેઓ પાસેથી લેવાશે.પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ કોઈપણ પ્રકારના શિસ્તભંગ કરે તો તેઓને સજાના ભાગરૂપે દંડ લેવાતો હોય છે. રૂપિયા 100, 500થી માંડી ઉચ્ચ અધિકારીઓ દ્વારા 1500 કે તેનાથી વધુ રકમના સુધીનો દંડ વસૂલાતા હોય છે.

આ શિસ્તભંગની સજા બાબતે હવે અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડાએ નવો નિર્ણય લીધો છે. તેઓ વિચારી રહ્યા છે કે પોલીસ કર્મીઓ માટે રૂપિયા 500 થી 1500 ના દંડ આપવો કઠિન બાબત છે. પણ સાથે આ દંડ માત્ર તે પોલીસ કર્મી જ નહીં પણ તેનો પરિવાર ભરતો હોય તેવું ક્યાંક લાગતું હોય છે. કારણ કે મકાનના ભાડા, કરિયાણું, ફિલ્ડમાં ફરવાનો ખર્ચ, શાકભાજી દૂધના ખર્ચ આ રૂપિયા વધુ કામ લાગતા હોય છે.જેથી પોલીસ કર્મીઓના પરિવાર માટે વિચારીને ગ્રામ્ય પોલીસવાળા અમિત વસાવા એક નિર્ણય કર્યો છે.

જેમાં હવે શિસ્તભંગ કરનાર પોલીસને દંડ નહીં પણ જે પીટી પરેડમાં કસરત કરાવતી હોય છે.તે જ રીતે કર્મીઓને આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારના ટીંબા ગામે લઈ જવાશે. જ્યાં આવેલા બોરી બંધ, ચેકડેમ પર લઈ જઈ વરસાદી પાણીના સંગ્રહ માટેની થતી કામગીરીમાં તેઓ પાસેથી કામ લેવાશે. જેનાથી પોલીસ કરમિનન્ટ સામેની પીટી પરેડની માફક કસરત થઈ શકે અને તેનો પરિવાર પણ આર્થિક રીતે આર્થિક બોજામાંથી મુક્ત થઈ શકે. સાથે વરસાદી પાણીના સંગ્રહ માટેની કામગીરી કરતા તેમાં સમાજને પણ ફાયદો થશે. આમ કામગીરીમાં માત્ર દંડાત્મક કાર્યવાહીવાળા પોલીસ કર્મીઓ જ નહીં પણ એસપી સહિતના પોલીસ અધિકારીઓ પણ જોડાશે.

આ પણ વાંચો:જૂનાગઢની જેલમાં હવાલદાર પર હુમલો કરનાર 17 વર્ષે ઝડપાયો

આ પણ વાંચો:અંબિકા નજીક ગમખ્વાર અકસ્માત, બસની અડફેટે આવતા પાંચ લોકોના મોત : જુઓ CCTV

આ પણ વાંચો:ગુડ બાય માય ઓલ ફ્રેન્ડ,ટુ ડે ઇઝ માય લાસ્ટ ડે, ઇન્સ્ટ્રાગ્રામ પર સ્ટેટસ મુકી વિદ્યાર્થી પંખે લટકી ગયો

આ પણ વાંચો:ખોટા બિલો બનાવી આ શખ્સે સરકારને લગાવ્યો કરોડોનો ચુનો…વાંચો કેવી રીતે પકડાયો

આ પણ વાંચો:હિન્દુ યુવતીએ વિધર્મી સાથે પ્રેમ સંબંધ તોડતા વિધર્મીએ આપી ધમકી, પોલીસે કરી ધરપકડ