સુરત/ ખોટા બિલો બનાવી આ શખ્સે સરકારને લગાવ્યો કરોડોનો ચુનો…વાંચો કેવી રીતે પકડાયો

સુરત ક્રાઈમ બ્રાન્ચને GST ફ્રોડમાં ભાગતા ફરતા એક આરોપીને પકડવામાં મોટી સફળતા મળી. 1,16,51,962 રૂપિયાના GST કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભાગતા ફરતા આરોપી અસરફ સતાર ખીમાણીની ધરપકડ કરવામાં આવી છે.

Gujarat Surat
સુરત

@અમિત રૂપાપરા 

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં 28 ડિસેમ્બર 2022ના રોજ એક ગુનો દાખલ થયો હતો. આ ગુનાને લઈને તપાસ ઇકો સેલને સોંપવામાં આવી હતી. ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર આ ગુનાના આરોપી નિતીન મહેશ્વર, અરવિંદ વોરા, મહેશ રાઠી અને અશરફ ખીમાણીઓએ ગુનાહિત કાવતરું રચી રુદ્રા એન્ટરપ્રાઇઝ નામની બનાવટી પેઢી ઊભી કરી હતી. ત્યારબાદ GST નંબર મેળવીને કેટલાક ખોટા બીલો બનાવી 1,16,51,992 રૂપિયાનો GST ટેક્સ સરકારને નહીં ભરીને સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હતો.

અગાઉ આ મામલે પોલીસ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટ નીતિન મહેશ્વર, અરવિંદ વોરા, અને મહેશ રાઠીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે મહેશ રાઠીએ આ કૌભાંડને લઈને અશરફનું નામ પોલીસ સામે જણાવ્યું હતું. તેથી પોલીસ દ્વારા અસરફ ખીમાણીની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી અસરફની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેને ખોટા બીલો બનાવ્યા હતા અને 95 જેટલા બિલો સહ આરોપીઓને આપ્યા હતા. આરોપી અસરફ ખોટા બીલો બનાવી જે રકમ પોતાના બેંક એકાઉન્ટમાં જમા થતી હતી તેનો અઢી ટકા કમિશન કાપી બાકીનું પેમેન્ટ મહેશ રાઠીને આપતો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે કે, આરોપી અસરફ બીલો ક્યાં બનાવતો હતો અને આટલા વધારે બિલો તે ક્યાંથી લાવતો હતો.

આ પણ વાંચો:કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસે બજરંગ દળની સરખામણી આતંકી સંગઠન સાથે કરતા સુરતમાં વિરોધ

આ પણ વાંચો:રવિવારે યોજનારી તલાટીની પરીક્ષાને લઈને સુરત ST વિભાગ એકસ્ટ્રા બસો દોડાવશે, એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો

આ પણ વાંચો:સુરત કોર્ટથી 200 મીટરના અંતરે જ જાહેરમાં હત્યા કેસના આરોપીની થઇ હત્યા

આ પણ વાંચો:સુરતને પીએમ કેરમાંથી મળેલાં વેન્ટિલેટરની ‘ધૂળદશા’, ઘોર બેદરકારી આવી સામે