Not Set/ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનાં કચ્છમાં ધામા, ભાજપ-કોંગ્રેસનાં નેતાઓ થઇ ગયા દોડતા…

ગુજરાતમાં વિધાનસભાની પેટા-ચૂંટણી માથે  અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કચ્છની સાથે સાથે સમગ્ર રાજ્યનાં રાજકારણમાં ગરમાવો જોવામાં આવી રહ્યો છે. કચ્છનાં રાજકારણમાં ગરમાવો આવી જવાનું કારણે છે, ગુજરાતનાં રાજકીય પરિપેક્ષમાં કોઇને કોઇ કારણે ચર્ચામાં રહેવાની જબરી સુજ અને સમજ ઘરાવતા પીઢ રાજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલા. બાપુમાં હુલામણા લોકલાડીલા નામથી જાણીતા પૂર્વ મુખ્યમંત્રી […]

Top Stories Gujarat Gujarat Assembly Election 2022 Others Politics
shankarsinh પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનાં કચ્છમાં ધામા, ભાજપ-કોંગ્રેસનાં નેતાઓ થઇ ગયા દોડતા...

ગુજરાતમાં વિધાનસભાની પેટા-ચૂંટણી માથે  અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કચ્છની સાથે સાથે સમગ્ર રાજ્યનાં રાજકારણમાં ગરમાવો જોવામાં આવી રહ્યો છે. કચ્છનાં રાજકારણમાં ગરમાવો આવી જવાનું કારણે છે, ગુજરાતનાં રાજકીય પરિપેક્ષમાં કોઇને કોઇ કારણે ચર્ચામાં રહેવાની જબરી સુજ અને સમજ ઘરાવતા પીઢ રાજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલા.

બાપુમાં હુલામણા લોકલાડીલા નામથી જાણીતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલાએ કચ્છમાં ઘામા નાંખ્યાની વિગતો સામે આવી રહી છે. હાલમાં જ NCPને પણ ટાટા-બાયબાય કરી ચૂકેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલા કચ્છમાં અબડાસા વિધાનસભાની બેઠક પર ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવારના સમર્થનમાં આવતા હાલ બાપુનું મુકામ-પોસ્ટ કચ્છ હોવાનું સામે આવી રહ્યું છે. 

#ચૂંટણીચક્રવ્યૂહ/ ઉમેદવારો માટે અબડાસાના મતદારોની ‘નો’ રીપીટ થીયરી

બાપુનાં સોમવારથી એટલે કે આજથી બે દિવસ કચ્છમાં ધામા રહેશે. આજે શંકરસિંહ વાઘેલા ભુજ પહોંચ્યા હતા. અને સાંજે 4 વાગે માતાનામઢ દર્શન કરવા રવાના થયા હતા.  5 વાગે દયાપર ખાતે અપક્ષ ઉમેદવારના કાર્યાલયનું બાપુનાં હસ્તે ઉદ્દઘાટન પણ કરવામાં આવ્યું.

જી હા, અબડાસા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા હનીફ જાકબ બાવા પડેયારનાં કાર્યાલયનું બાપુનાં હસ્તે ઉદ્દઘાટન થયું. તો સાથે સાથે જ શંકરસિંહ આવતી કાલે નલિયાનાં જંગલેશ્વર ગ્રાઉન્ડમાં અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા હનીફ જાકબ બાવા પડેયારનાં પ્રચારમાં જાહેર સભા પણ સંબોધશે. સવારે 11 વાગે નલિયા ખાતેના જંગલેશ્વર ગ્રાઉન્ડમાં સભા સંબોધશે. શંકરસિંહ વાઘેલા હાલમાં ગુજરાતમાંથી દારૂબંધી હટાવની પેરવી કરવાનાં મુદ્દે ચર્ચામાં છે. 
બાપુનાં કચ્છમાં ધામાનાં કારણે ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ દોડતા થઇ ગયા છે.