Breaking News/ ગુજરાતમાંથી ભાજપે ઉમેદવારની કરી જાહેરાત, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા જશે રાજ્યસભામાં

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાંથી પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર હશે. મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, ડો. જશવંતસિંહ પરમાર નામની જાહેરાત કરવામાં આવી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
YouTube Thumbnail 12 1 ગુજરાતમાંથી ભાજપે ઉમેદવારની કરી જાહેરાત, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા જશે રાજ્યસભામાં

Gandhinagar News: ભાજપે રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાંથી પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર હશે. મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, ડો. જશવંતસિંહ પરમાર નામની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યસભાની બેઠકમાં છેલ્લા અઢી દાયકાથી ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ એક બેઠક રાજ્ય બહારના કોઈ નેતાને આપે છે વિદેશ મંત્રી એસ જયશંકર પણ ગુજરાતના રસ્તે રાજ્ય સભામાં ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરે છે તેમાં વધુ એક બિન ગુજરાતીનો ઉમેરો થાય તેવા સંકેત મળી રહ્યા હતા. ત્યારે આ વખતે જે. પી નડ્ડાનું નામ જાહેર કરવામાં આવ્યુ છે.

આખરે ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે. સંખ્યાબળના અભાવે કોંગ્રેસે ફોર્મ નહીં ભરવાની જાહેરાત કરી છે. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત 8 ફેબ્રુઆરી 2024થી એટલે કે આજથી થશે અને 15 ફેબ્રુઆરી 2024 સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ત્યારે 16 ફેબ્રુઆરીએ ફોર્મ વેરિફાઈ કરવામાં આવશે. ત્યારબાદ 20 ફેબ્રુઆરી સુધી ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે. તે પછી 27 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી શરૂ થઈને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યે મત ગણતરી કરવામાં આવશે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ