Not Set/ સ્પોર્ટ્સ/ ટીમ ઈન્ડિયાનો એક અન્ય ખેલાડી પણ ઇજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ ટૂરમાં નહી જઇ શકે

ભારતીય ટીમનાં ફાસ્ટ બોલર ઇશાંત શર્માને પગની ઘૂંટીમાં ઈજા થવાને કારણે ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. ઇશાંત શર્માને વિદર્ભ સાથે ચાલી રહેલી રણજી ટ્રોફી મેચમાં જમણા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. આ ઈજા ગ્રેડ-3 ની છે, જેના કારણે ઇશાંત શર્માને છ અઠવાડિયા આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ) […]

Top Stories Sports
ishant sharma સ્પોર્ટ્સ/ ટીમ ઈન્ડિયાનો એક અન્ય ખેલાડી પણ ઇજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ ટૂરમાં નહી જઇ શકે

ભારતીય ટીમનાં ફાસ્ટ બોલર ઇશાંત શર્માને પગની ઘૂંટીમાં ઈજા થવાને કારણે ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. ઇશાંત શર્માને વિદર્ભ સાથે ચાલી રહેલી રણજી ટ્રોફી મેચમાં જમણા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. આ ઈજા ગ્રેડ-3 ની છે, જેના કારણે ઇશાંત શર્માને છ અઠવાડિયા આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.

દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ) નાં ડિરેક્ટર સંજય ભારદ્વાજે આઈએએનએસને જણાવ્યું હતું કે, ઝડપી બોલર ન્યૂઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે, કેમ કે તેને છ અઠવાડિયા આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. તેમણે કહ્યું, તેમને સંપૂર્ણ રીતે છ અઠવાડિયા આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. તેથી તેની ખૂબ જ ઓછી સંભાવના છે કે તે આવતા મહિને ન્યૂઝીલેન્ડ જશે. જ્યારે તે નેશનલ ક્રિકેટ એકેડેમી જશે ત્યારે તેને ખબર પડી જશે કે તેની સ્થિતિ શું છે અને ક્યારે તે યોગ્ય રીતે ચાલી શકે છે.

સોમવારે અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચનાં બીજા દિવસ ઇશાંતને વિદર્ભની બીજી ઇનિંગની પાંચમી ઓવરમાં પગમાં ઈજા થઈ હતી. ઈજાને કારણે તેને મેદાન છોડવુ પડ્યુ હતુ. સોમવારે તેમનું એમઆરઆઈ સ્કેન કરવામાં આવ્યું હતું અને મંગળવારે રિપોર્ટમાં તેને ગંભીર ઈજા હોવાનું જાણવા મળ્યું હતું. ભારતે ન્યૂઝીલેન્ડમાં બે મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. શ્રેણીની પહેલી ટેસ્ટ 21 થી 25 ફેબ્રુઆરી વચ્ચે અને બીજી મેચ 29 થી 4 ફેબ્રુઆરી વચ્ચે રમાશે.

ડીડીસીએનાં અન્ય એક અધિકારીએ કહ્યું કે, ઇશાંતનો એમઆરઆઈ રિપોર્ટ આવી ગયો છે. નસીબ સારુ રહ્યુ છે કે તેના પગની ઘૂંટી તૂટી નથી. જ્યારે તે સારી સ્થિતિમાં હશે ત્યારે તે એનસીએ જવા રવાના થશે. બીસીસીઆઈએ આ મામલે હજી સુધી કોઈ નિવેદન જાહેર કર્યું નથી. બીસીસીઆઈ પોતે તપાસ કર્યા બાદ તેની પુષ્ટિ કરશે.

બીસીસીઆઈનાં એક સૂત્રએ કહ્યું કે, “બીસીસીઆઈ પાસે એક પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા છે અને અમે તેની એમઆરઆઈ ફરીથી કરીશું જેથી ઇજાની ગંભીરતા જાણી શકાય અને તેના રિહૈબિલિટેશન નિર્ણય લઈ શકાય.” જો ભારત માટે 96 ટેસ્ટ મેચ રમનાર આ બોલર સમયસર ફિટ ના થયો તો નવદીપ સૈનીને ટીમમાં સામેલ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.