Fire/ કલકત્તાની બહુમાળી ઈમારતમાં 13 મા માળમાં આગ ભભૂકી, 7 જીવતા ભૂંજાઈ ગયા

દેશભરમાં કોરોના કહેરની વચ્ચે આગજનીની ઘટના પણ અટકવાનું નામ લઇ રહી નથી. દેશભરના વિવિધ શહેરોમાં એક બાદ એક ભયાનક આગની ઘટનાઓ સામે આવતા તંત્રની પોલ છતી થઇ રહી છે.પશ્ચિમ બંગાળના કોલકત્તાના એક બહુમાળી ઈમારતમાં

Top Stories India
kolkutta fire કલકત્તાની બહુમાળી ઈમારતમાં 13 મા માળમાં આગ ભભૂકી, 7 જીવતા ભૂંજાઈ ગયા

દેશભરમાં કોરોના કહેરની વચ્ચે આગજનીની ઘટના પણ અટકવાનું નામ લઇ રહી નથી. દેશભરના વિવિધ શહેરોમાં એક બાદ એક ભયાનક આગની ઘટનાઓ સામે આવતા તંત્રની પોલ છતી થઇ રહી છે.પશ્ચિમ બંગાળના કલકત્તાના એક બહુમાળી ઈમારતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ ન્યુ કોલાઘાટમાં બિલ્ડિંગ લાગી હતી.આગનું સ્વરૂપ એટલું કહ્યું હતું કે મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફાયર કર્મચારીઓએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. એક માહિતી પ્રમાણે મમતા સરકારના કેટલાક મંત્રીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

Bagri Market Fire: 17 Hours On, Kolkata Market Fire Still Rages; Safety Norms Under Scanner

સૂત્રોએ આપેલી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળની રાજધાની કલકાતાના એક બિલ્ડિંગના 13 મા માળમાં ભારે આગ લાગી હતી. તેમાં 7 લોકોનાં મોત નીપજ્યાં હોવાનું કહેવાઈ રહ્યું છે. મૃતકોમાં ફાયરના 4 જવાનોનો સમાવેશ પણ થાય છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દરેક મૃતકોના પરિવાર માટે 10 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. આ આગ ન્યૂ કોલાઘાટ બિલ્ડિંગમાં લાગી હતી. મૃતકોમાં એક પોલીસ અધિકારી અને રેલ્વે સુરક્ષા દળના જવાનોનો પણ સમાવેશ થાય છે. આ ઇમારત કોલકાતાના સ્ટ્રાન્ડ રોડ પર છે. બિલ્ડિંગની એલિવેટર પર સાતમાંથી પાંચ લાશો મળી અને આગને કાબૂમાં લેવા ઓછામાં ઓછા 25 ફાયર એંજીન લગાવાયા હતા.

20 die in Kolkata market complex blaze - The Hindu BusinessLine

આ અંગે સ્થાનિકો પાસેથીમાહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફાયર કર્મચારીઓએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. કેટલાક મંત્રીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. બંગાળ સરકારના પ્રધાન ફિરહદ હકીમ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પશ્ચિમ બંગાળ સરકારમાં ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસના વડા સુજિત બોઝે જણાવ્યું હતું કે આગ 13 માં માળે લાગી હતી, અને સાંકડી જગ્યા હોવાને કારણે બિલ્ડિંગના તે માળે સીડી લઈ જવી મુશ્કેલ હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…